Monday, September 26, 2022
Homeટોપ ન્યૂઝનવા રાષ્ટ્રપતિ : મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા...

નવા રાષ્ટ્રપતિ : મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ

- Advertisement -

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ નવા રાષ્ટ્રપતિના નામને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જઈ રહી છે. એક અહેવાલ મુજબ તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદરને અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

લગભગ 20 વર્ષની લડાઈ પછી અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી ગયા પછીના લગભગ થોડા દિવસની અંદર જ સમગ્ર દેશ પર ફરીથી તાલિબાનન કબજો છે. બીજી તરફ એમ કહેવાઈ રહ્યું છે કે તાલિબાનનો કબજો થયા પછી પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન ચાલ્યા ગયા છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાએ પણ અફઘાનિસ્તાનને છોડી દીધો છે.

રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો
આ દરમિયાન તાલિબાન કમાન્ડરોએ કહ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનના નેતા મુલ્લા બરાદરનું કહેવું છે કે અમને આશા પણ નહોતી કે આટલા ઝડપથી અમે જીતી જઈશું. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ હવે તાલિબાન પર છે કે તે રાષ્ટ્રની સુરક્ષા અને કલ્યાણને કઈ રીતે સુનિશ્ચિત કરી શકે છે.

બીજી તરફ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે લૂટ અને અરાજકતાને રોકવા માટે તેમની સેના કાબુલ, અફઘાનિસ્તાન અને તે ચોંકીઓ પર કબજો કરશે, જેને સુરક્ષાદળોએ ખાલી કરાવી લીધી છે. સાથે જ તેમણે લોકોને કહ્યું કે તે શહેરમાં પ્રવેશ કરવાથી ગભરાય નહિ.

રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસયા તાલિબાન
અલ જજીરા ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલા વીડિયો ફુટેજમાં તાલિબાન ફાઈટરનું એક મોટુ ગ્રુપ રાજધાની કાબુલમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનની અંદર દેખાઈ રહ્યું છે. તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરવાની આશા છે અને તે દેશને ફરીથી ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનનું નામ આપે તેવી શક્યતા છે.

મુલ્લા બરાદર (સંસ્થાપક)
મુલ્લા બરાદરનું પૂરું નામ મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. કંદહારમાં તેનો ઉછેર થયો હતો. કંદહાર એટલે કે એવી જગ્યા કે જ્યાં તાલિબાન જેવા લડાકુ સંગઠનની સ્થાપના થઈ હતી. આ સાથે એવું કહેવામાં આવે છે કે બરાદર તાલિબાનના અગાઉનો ટોચનો કમાન્ડર મુલ્લા ઉમરનો ખૂબ જ નજીક હોવાનું માનવામાં આવે છે અને એક આંખવાળા ઉંમર સાથે અનેક મોટી ઘટનાઓમાં સંડોવાયેલો હતો.

વર્ષ 2001માં જ્યારે તાલિબાન સત્તામાં આવ્યા ત્યારે તેણે હામિદ કરઝાઈ (એ સમયના અફઘાન રાષ્ટ્રપતિ) સાથે પણ સંપર્ક કર્યો હતો. વર્ષ 2010માં તેની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના દબાણ બાદ વર્ષ 2018માં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી તે કતારમાં રહે છે.તે તાલિબાનનો પોલિટિકલ અને ડિપ્લોમેટિક બાબતોને જુએ છે. અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પરત ફરવા સમજૂતી પર તેણે હસ્તાક્ષર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular