Saturday, July 20, 2024
HomeબિઝનેસBUSINESS : પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર...જાણો અમદાવાદ સહિત તમારા શહેરની કિંમત

BUSINESS : પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર…જાણો અમદાવાદ સહિત તમારા શહેરની કિંમત

- Advertisement -

બજેટની રજૂઆત પહેલા માર્ચ અને જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે એટલે કે બુધવાર 10 જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે આજે પણ રાષ્ટ્રીય સ્તરે કોઈ ફેરફાર થયો નથી પરંતુ અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં અલગ-અલગ ટેક્સને કારણે ઈંધણના દરો અલગ-અલગ છે.

મહાનગર પેટ્રોલ ડીઝલ
દિલ્હી પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા ડીઝલનો ભાવ 87.62 રૂપિયા
મુંબઈ પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા ડીઝલનો ભાવ રૂ. 92.15 રૂપિયા
કોલકાતા પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા ડીઝલનો ભાવ 91.76 રૂપિયા
ચેન્નાઈ પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા ડીઝલનો ભાવ રૂ. 92.34 રૂપિયા
બેંગલુરુ પેટ્રોલનો ભાવ 102.84 રૂપિયા ડીઝલનો ભાવ 88.95 રૂપિયા
ગુજરાતનાં 4 શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ

અમદાવાદ 94.44 90.11
જામનગર 94.34 90.01
ભાવનગર 96.12 90.79
ગાંધીનગર 94.65 90.32

પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે ચેક કરશો?

તમે મોબાઈલ એપ અથવા ભારતીય ઓઈલ કંપનીઓની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પેટ્રોલ અને ડીઝલની દૈનિક કિંમતો ચકાસી શકો છો. SMS નંબર પર મેસેજ મોકલીને પણ ફ્યુઅલ રેટ જાણી શકાય છે.

જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહક છો તો તમે HPPprice અને સિટી પિન કોડ 9222201122 પર SMS કરીને ઇંધણનો દર જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલ કંપનીના ગ્રાહક છો તો તમે RSP અને સિટી પિન કોડ 9224992249 પર SMS કરી શકો છો. ભારત પેટ્રોલિયમના ગ્રાહકો આ પ્રકારનો મેસેજ 9223112222 પર મોકલીને ઈંધણનો દર જાણી શકે છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular