‘કૌન બનેગા કરોડપતિ’નો નવો પ્રોમો રિલીઝ, અમિતાભ બચ્ચન હોટ સીટ પર જોવા મળ્યા

0
4

ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 12’નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ વખતે શોની નવી થીમ ‘સેટબેક કા જવાબ કમબેક’ એ રીતની છે.

શું છે પ્રોમોમાં?

નવા પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલાં જોવા મળે છે. આ સાથે જ તેમની સામે એક સ્પર્ધક છે. સ્પર્ધક પહેલા સવાલનો જવાબ આપે છે અને તે 1000 રૂપિયા જીતે છે. 1000 રૂપિયા જીત્યા બાદ સ્પર્ધક ઘણો જ ખુશ જોવા મળે છે. અમિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો કે તમે એક હજાર રૂપિયા જીતીને કેમ આટલા ખુશ છો? આ સવાલ પર સ્પર્ધકે જવાબ આપ્યો હતો, સર મેં 500 રૂપિયામાં મારો બિઝનેસ શરૂ કર્યો હતો અને 10 કરોડ સુધી લઈ ગયો હતો અને પછી બધું બરબાદ થઈ ગયું હતું. આ વખતે હું 1000 રૂપિયામાં તો મારો બિઝનેસ શરૂ કરી શકીશ. વિચારો કે હવે હું આ બિઝનેસને ક્યાં સુધી લઈ જઈ શકીશ. આ વાત સાંભળીને અમિતાભે કહ્યું હતું, સાચી વાત છે મિત્રો, સેટબેકનો જવાબ કમબેકથી આપો.

સેટ પર વધુ સાવચેતી રાખવામાં આવે છે

બિગ બીએ થોડાં દિવસ પહેલાં જ બ્લોગમાં ‘કેબીસી’ના સેટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં PPE કિટ પહેરેલા ક્રૂ મેમ્બર્સ અમિતાભની આસપાસ જોવા મળ્યા હતા. આટલું જ નહીં સેટ પર વધુ સાવચેતી રાખવામાં આવી હોય તેમ જોવા મળ્યું હતું.

શો એક મહિનો મોડો શરૂ થશે

શો દર વર્ષે ઓગસ્ટમાં શરૂ થઈ જાય છે પરંતુ આ વખતે અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે આ શો સપ્ટેમ્બરમાં શરૂ થશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા પસંદગી પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ટૂંક સમયમાં પર્સનલ ઈન્ટરવ્યૂ તથા ડોક્યૂમેન્ટેશનની પ્રક્રિયા પણ પૂરી થઈ જશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here