Wednesday, October 20, 2021
Homeઅમદાવાદનવું સંશોધન : ઇન્ટાસે વિશ્વની પ્રથમ એસબી-100mg ઇટ્રાકોનેઝોલ લોન્ચ કરી

નવું સંશોધન : ઇન્ટાસે વિશ્વની પ્રથમ એસબી-100mg ઇટ્રાકોનેઝોલ લોન્ચ કરી

 

ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ એન્ટિફંગલ થેરપી ડોમેઇનમાં એક પ્રગતિશીલ સફળતા મેળવી છે. કંપનીએ ઇટાસ્પોર-એસબી ફોર્ટ/સુબાવિન બ્રાન્ડનેમ સાથે વિશ્વની સૌથી પહેલી સુપર બાયોઅવેલેબલ ઇટ્રાકોનેઝોલ-સુપર બાયોઅવેલેબલ એસબી 100mg લોન્ચ કરી છે. આ દવાને તાજેતરમાં ભારતીય રેગ્યુલેટરી ઓથોરિટિઝ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઇટાસ્પોર એસબી ફોર્ટ/સુબાવિનથી દર્દીઓમાં ઉપયોગ વધવાની તથા ડૉક્ટરનો કન્સલ્ટેશન સમય ઘટવાની શક્યતા છે. તેનાથી ડોઝ અડધો થઈ જશે. ઉપરાંત, દર્દીઓ તેને ભોજન સાથે અથવા વિના, માત્ર પાણી સાથે કે ફિઝિશ્યને સૂચવ્યા મુજબ લઈ શકે છે. થેરપીનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય છે.

ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – મેડિકલ અફેર્સ, આલોક ચતુર્વેદીએ કહ્યું કે 25 વર્ષ જૂની બ્રાન્ડ ઇટાસ્પોર હેઠળ ઇન્ટાસનું નવું ફોર્મ્યુલેશન સુપર બાયોઅવેલેબલ (એસબી) ટેક્નોલોજીથી ફોર્મ્યુલેટ કરવામાં આવ્યું છે, જે એક ઇટાસ્પોર-એસબી ફોર્ટ કેપ્સ્યુલને પરંપરાગત 200 mg ઇટ્રાકોનેઝોલની સમકક્ષ બનાવે છે.

મુંબઈના સિનિયર કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ આર. ડી. ખરકરેએ કહ્યું કે અડધી જ દવા, ઇન્ટર-પેશન્ટ વેરિએબિલિટી નહીં, ફૂડ કે કોઈ બેવરેજ સાથે કે વિના, એન્ટાસિડ સાથે પણ લેવાની ભલામણ કરવાની સ્વતંત્રતા જેવા સુપર બાયોઅવેલેબલ (એસબી) ટેક્નોલોજીના ફાયદા અને એ સાથે સારવારના સમગ્ર ખર્ચમાં ઘટાડાને કારણે આ એક વિન-વિન સ્થિતિ બનતી જણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments