Thursday, August 5, 2021
No menu items!
Home21 સપ્ટેમ્બરથી મુક્ત વેપાર કરારનાં નવા નિયમો લાગુ,આયાતકારોમાં ચિંતા
Array

21 સપ્ટેમ્બરથી મુક્ત વેપાર કરારનાં નવા નિયમો લાગુ,આયાતકારોમાં ચિંતા

સોમવારથી કસ્ટમ વિભાગ મુક્ત વેપાર કરાર (એફટીએ) હેઠળ આયાત કરેલા માલના દસ્તાવેજોની કડક ચકાસણી હાથ ધરશે.આ કવાયતનો હેતુ એફટીએ હેઠળ આયાતકારોને કર મુક્તિના દુરૂપયોગને અટકાવવાનો છે.

નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે આયાતકારોએ સ્થાનિક કસ્ટમ અધિકારીઓને તે બાબતના પૂરતા પુરાવા આપવાના રહેશે કે જે દેશમાંથી માલની આયાત ભારતમાં કરવામાં આવી છે તેણે આયાત કરેલા ઉત્પાદમાં ઓછામાં ઓછા 35 ટકા મૂલ્યનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે જો કોઈ મોબાઈલ ઈન્ડોનેશિયાથી ભારતમાં આયાત કરવામાં આવે છે તો ફક્ત તેવા મોબાઇલ ફોનને આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે જેનું ઉત્પાદન ઇન્ડોનેશિયામાં થાય છે અને ત્યાં જ તેના ઉત્પાદનમાં ઓછામાં ઓછા 35 ટકાના મૂલ્યનો ઉમેરો કરવામાં આવ્યો હોય.

સૂત્રોએ જણાવ્યું હતું કે આયાતકારોની જવાબદારી રહેશે કે તે જે સામાનની આયાત કરી રહ્યા છે તેનું ઉત્પાદન નિકાસ કરનાર દેશમાં થયું છે અને તેની કિંમતમાં 35 ટકાનો વધારો કરેલ હોવો જોઈએ.જોકે બીજી તરફ ઉદ્યોગને ડર છે કે તેનાથી અનુપાલન બોજામાં વધારો થશે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ અને સીઈઓ અજય સહાયે જણાવ્યું હતું કે નવા નિયમોને કારણે શિપમેન્ટના ક્લિયરન્સમાં વિલંબ થવો જોઈએ નહીં. આ ઉપરાંત અમુક કિસ્સામાં આયાતકારો કસ્ટમ ઓફિસરો દસ્તાવેજ પ્રદાન પણ નહીં કરે. ભારતનો ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેટનામ, મ્યાનમાર, કંબોડિયા, બ્રુનેઇ અને લાઓસ સાથે FTA કરાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments