બ્રિટનમાં નવો સિક્રેટ એક્ટ : લીક ડૉક્યુમેન્ટ્સ મળવા પર પત્રકારોને 2થી 14 વર્ષની સજા

0
1

બ્રિટનમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ અનુસાર લીક ડૉક્યુમેન્ટના આધારે સ્ટોરી ફાઇલ કરનારા પત્રકારોને 14 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. એટલું જ નહીં, તેમના સાથે જાસૂસ જેવી વર્તણૂક કરવામાં આવશે.

ત્યાંની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની ઓફિસ દ્વારા છપાયેલા ડેલી મેલના રિપોર્ટ અનુસાર, વિદેશી જાસૂસો પર વધારે સિકંજો કસવા માટે બનાવવામાં આવેલા કાયદામાં દોષી જાહેર કરેલા એવા પત્રકાર જે લીક ડૉક્યુમેન્ટ્સને હેંડલ કરે છે તે પોતાનો બચાવ પણ નહિ કરી શકે.

1989માં ઘડાયેલા કાયદામાં ફેરફાર

  • ઇન્ટરનેટની અસર અને ખાસ કરીને ઝડપી ડેટા ટ્રાન્સફર તકનીકના આ યુગને ધ્યાનમાં રાખીને 1989માં બનેલા આ કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. માનવાધિકાર સંગઠન અને કાયદા પંચે તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
  • તેમનું કહેવું છે કે પત્રકારોને પોતાનો બચાવ કરવાની તક આપવી જોઈએ, પરંતુ પરામર્શ માટે બહાર પાડવામાં આવેલા એક પેજમાં ગૃહ કાર્યાલયે કહ્યું હતું કે આ પ્રકારનું પગલું આપણા પ્રયત્નોને નબળા પાડી શકે છે, જે લોકોના હિતમાં નહીં હોય.

સરકારની ટીકાઓ થઇ રહી છે
ટીકાકારોનું કહેવું છે કે જો આ નિયમ આ સમયે અમલમાં હોત તો તે જર્નલિસ્ટો પર કેસ દાખલ કરવામાં આવત. જેમણે જાહેર કર્યું હતું કે હેલ્થ સેક્રેટરી મેટ હેનોકે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. લીક સીસીટીવી ફૂટેજમાં તેમણે પોતાની સહકર્મીને ઓફિસમાં જ કિસ કરતા જોવા મળ્યા હતા.

તેમનું કહેવું હતું કે આ બાબતનો ખુલાસો લીક સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવશે. એવામાં તેને સામે લાવનાર પત્રકાર પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ ખુલાસા પછી હેનોકને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમના પારિવારિક સંબંધો પણ બગડ્યા હતા. એ બાબતમાં સરકારની પણ ખૂબ ટીકાઓ થઇ હતી.

પત્રકાર સંગઠનોને સરકારની વિચારધારા પર શંકા

  • નવા કાયદાની ટીકા કરનારાઓમાં સેન્સરશિપ અને ઓપન રાઇટ્સ જૂથો પણ સામેલ છે. આ બધાએ આ નવા કાયદાને વ્હિસલબ્લોઅર પર હુમલો ગણાવ્યા છે. નેશનલ યુનિયન ઓફ જર્નલિસ્ટ્સ (એનયુજે)ના પ્રવક્તા કહે છે કે વર્તમાન કાયદો લીક કરનારાઓ અથવા વ્હિસલબ્લોઅર્સ, લીક થયેલી જાણકારી પ્રાપ્ત કરનારાઓ અને વિદેશી જાસૂસો વચ્ચેની જોગવાઈઓ અને સજાને અલગ કરે છે.
  • તેમનું કહેવું છે કે સરકાર આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ડેટા લીક થયા પામેલા પત્રકારો સામે સરકાર મહત્તમ સજા બે વર્ષથી વધારીને 14 વર્ષ કરવા માગે છે. એન.યુ.જે.એ. લાંબા સમયથી કહેતું આવ્યુ છે કે જ્યાં વ્હિસલબ્લોઅર્સ માને છે કે તેમણે જાહેરહિતમાં કામ કર્યું છે, ત્યાં તેમને કોર્ટ સમક્ષ તેમનો હક લેવો જોઈએ અને જો કોઈ જ્યુરી તેમની સાથે સંમત થાય તો તેને સુરક્ષિત રાખવા જોઈએ.

સરકારનો તર્ક
સરકારનું કહેવું છે કે આ કાયદા જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે કોમ્યુનિકેશનનાં સાધનો સીમિત હતાં, પરંતુ આજના સમયમાં કોઇપણ ડેટા સુરક્ષિત નથી અને આંખની પલક ઝપકતાં જ કોઇપણ દેશની સુરક્ષા અને સંપ્રભુતાને પડકાર આપી શકાય છે, એવામાં આમાં સંશોધન જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here