નવો ઉપાય : સુરતના હોટલ-રેસ્ટોરન્ટોમાં પેપર ડિશ-ગ્લાસનો 30 ટકા વપરાશ વધ્યો

0
6

હોટલમાં જમવા માટે આવતા લોકો કોરોનાને કારણે રેગ્યુલર ડિશની જગ્યાએ યુઝ-એન્ડ થ્રો ડિશમાં જમવાનું પસંદ કરી રહ્યાં હોવાથી પ્લાસ્ટિકની ડિશ, ચમચી અને ગ્લાસના ઉપયોગમાં 30 ટકાનો વધારો થયો છે. જ્યારે ટિશ્યુ પેપરનો ઉપયોગ ડબલ થઈ ગયો છે. કોરોનાકાળમાં લોકો હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે એટલા માટે રેગ્યુલર ડિશમાં જમવાનું પસંદ કરી રહ્યા નથી. જેને કારણે પ્લાસ્ટિક ગાર્બેજમાં વધારો થયો છે.

IT અને GSTમાં રાહત આપવા માગ
બીજી બાજુ ધી સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરરન્ટ એસોસિએશન, દક્ષિણ ગુજરાતના પ્રમુખ રોહિત શેટ્ટી કહે છે કે, ‘સરકારે પ્રોપર્ટી ટેક્સ માફ કરતા દક્ષિણ ગુજરાતની હોટેલ અને રેસ્ટોરન્ટને સીધો 45 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે. સરકારે હાલ લીધેલા નિર્ણયના પગલે આંશિક રાહત મળી છે. પરંતુ ઇન્કમટેક્સ સહિત જીએસટીમાં પણ રાહત આપવામાં આવે તેવી અમારી માંગણી છે. જો કે પંદર માસ બંધ પડેલી હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોએ અંદાજીત 1500 કરોડનો બિઝનેસ ગુમાવ્યો છે.’

પ્લાસ્ટિકનો ઉપયોગ 5 ટનથી વધીને 8 ટન સુધી પહોંચ્યો
સામાન્ય દિવસોમાં શહેરમાં પ્લાસ્ટિક ડિશ, ગ્લાસ, ચમચી અને પાર્સલના કન્ટેઈનર મળીને મહિનામાં 5 ટન જેટલા પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હતો જે હવે કોરોના કાળમાં વધીને 8 ટન સુધી પહોંચી ગયો છે. એટલે કે, યુઝ એન્ડ થ્રો વાસણોના વપરાશમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે ટિશ્યુ પેપર શહેરમાં 1.5 ટન જેટલા ટીશ્યુ પેપરનો ઉપયોગ થતો હતો જે 3 ટન સુધી પહોંચી ગયો છે.

પાર્સલની વધુ માંગ રહેતા પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો
​​​​​​​હોટલ એસોસિએશનના માજી પ્રમુખ સનત રેલિયા કહે છે કે, ‘કોરોના પહેલા સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ કોરોનાકાળમાં યુઝ એન્ડ થ્રો ડિશ, પેપર ગ્લાસ અને પ્લાસ્ટિકની ચમચીનો વપરાશ 30 ટકા સુધી વધ્યો છે. પાર્સલમાં પ્લાસ્ટિક કન્ટેઈનરનો ઉપયોગ કરવામાં આવે છે.’​​​​​​​

કોરોનાને કારણે લોકો હેલ્થ પર ‌‌વધારે ધ્યાન આપે છે
કોરોનાને કારણે હેલ્થ પર લોકો વધારે ધ્યાન આપી રહ્યા છે. ત્યારે વારંવાર ઉપયોગમાં લેવાતી ડિશમાં ભોજન કરવાનું લોકો ટાળી રહ્યા છે અને યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિકની ડિશ, ચમચી અને ગ્લાસનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. હોટલમાં પહેલા હાથ સાફ કરવા માટે રૂમાલ આપવામાં આવતા હતાં પરંતુ હવે ટિશ્યુ પેપરનો જ ઉપયોગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here