Monday, September 20, 2021
Homeન્યૂ સોંગ : 'બાટલા હાઉસ'નું 'ઓ સાકી સાકી' ગીત રિલીઝ, નોરા ફતેહીએ...
Array

ન્યૂ સોંગ : ‘બાટલા હાઉસ’નું ‘ઓ સાકી સાકી’ ગીત રિલીઝ, નોરા ફતેહીએ જબરજસ્ત રીતે બેલી ડાન્સ કર્યો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’નું ગીત ‘ઓ સાકી સાકી’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં ‘દિલબર ગર્લ’ નોરા ફતેહી જબરજસ્ત બેલી ડાન્સ કરતી જોવા મળે છે. આ પહેલાં 12 જુલાઈના રોજ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

નોરા બેલી ડાન્સમાં માહેર છે
નોરા પોતાના મૂવ્સ તથા બેલી ડાન્સિંગ માટે જાણીતી છે અને તેને આ ગીતમાં ફરી એકવાર સાબિત કર્યું કે બેલી ડાન્સિંગમાં તેને ટક્કર આપવી સરળ નથી. આ પહેલાં નોરાએ જ્હોનની જ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં ‘દિલબર..’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં નોરા બેલી ડાન્સ કરતી જોવા મળી હતી અને ગીત સુપરહિટ રહ્યું હતું અને નોરા રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી.

‘સાકી સાકી’ ગીત ફિલ્મ ‘મુસાફિર’નું
‘ઓ સાકી સાકી’ ગીત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મુસાફિર’નું છે. આ ફિલ્મમાં સંજય દત્ત, અનિલ કપૂર, સમીરા રેડ્ડી હતાં. આ ગીતમાં કોએના મિત્રાએ ડાન્સ કર્યો હતો.

નવા વર્ઝનથી કોએના ખુશ નથી
નોરાના ગીત ‘સાકી સાકી’થી કોએના બિલકુલ ખુશ નથી. તેણે ટ્વિટર પર ટ્વીટ કરીને નારાજગી પ્રગટ કરી હતી. તેણે લખ્યું હતું, ‘મુસાફિર’ ફિલ્મમાં મારા ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે. સુનિધિ-સુખવિંદરનો અવાજ, વિશાલ-શેખરના સંગીતે આ ગીતને બેસ્ટ બનાવ્યું હતું પરંતુ મને આનું નવું વર્ઝન સહેજ પણ પસંદ આવ્યું નથી. આ બિલકુલ સારું નથી. આ ગીતે અનેક બ્લોકબસ્ટર રેકોર્ડ તોડ્યાં હતાં. આખરે કેમ ‘બાટલા હાઉસ’માં આને લેવામાં આવ્યું? જોકે, કોએનાએ નોરાના વખાણ કરતાં કહ્યું હતું, નોરા શાનદાર છે. આશા છે કે તે અમારું ગૌરવ બચાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments