બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન ; પરિસ્થિતિ બેકાબૂ, હોસ્પિટલોમાં જગ્યા નહીં

0
5

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.30 કરોડને પાર થઈ ગઇ છે. 5 કરોડ 88 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 18 લાખ 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના વાયરલ રોગના નિષ્ણાંત ડોક્ટર એન્થોની ફૌસીએ કહ્યું છે કે જો દેશ માં યોગ્ય રીતે વેક્સિનેશન કરવામાં આવે છે, તો પછી આવતા વર્ષના અંતે, પરિસ્થિતિ સામાન્ય બની શકે છે. બીજી બાજુ, બેલ્જિયમ પાસે બહારથી આવતા લોકો માટે બે દિવસ ક્વોરેન્ટાઇન થયું ફરજિયાત કરવામાં આવ્યું છે.

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ મહામારી હવે બેકાબૂ

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ આ મહામારી હવે બેકાબૂ બની છે, જેના કારણે સ્થિતિ એ છે કે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને લોકોને ટેન્ટમાં સારવાર લેવી પડી રહી છે. બ્રિટને પહેલાથી જ 10 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. ઓક્સફર્ડની આ વેક્સિન ખૂબ સસ્તી છે અને તે એક સામાન્ય રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે જેથી તેનો ઉપયોગ કરવો સહેલો છે.

વેક્સિનેશન સૌથી વધુ જરૂરી

અમેરિકન મેડિકલ એક્સપર્ટ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર ફૌસીએ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસનને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેમાં કહ્યું કે- જો અમેરિકન વહીવટીતંત્ર તેના નાગરિકોને યોગ્ય રીતે અને સમયસર વેક્સિનેશન કરાવવામાં સફળ રહ્યું, તો તેમાં કોઈ શંકા નથી કે 2021 ના અંત સુધીમાં પરિસ્થિતિ એકદમ સામાન્ય બની જશે. મને લાગે છે કે એપ્રિલ સુધીમાં અમે મોટી સંખ્યામાં વેક્સિનેશન કરી ચૂક્યા હોઈશું. એપ્રિલ સુધીમાં, તેની અસર સામે આવવાની શરૂ થશે. તમે એ માની લોકો કે અમારા માટે એપ્રિલથી લઈને જુલાઇ સુધીના મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હશે.

ફૌસીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું- જો લોકો વેક્સિનેશન કરાવે છે તો જુલાઈ સુધીમાં આપણે પહેલાની જેમ શાળાઓ, થિયેટરો, સ્પોર્ટ્સ ક્લબ અને રેસ્ટોરાંમાં જઇ શકીશું. તેથી હું ફરીથી લોકોને અપીલ કરું છું કે બને તેટલી વહેલી તકે વેકસીને મુકાવે.

બેલ્જિયમમાં નવા નિયમો

બેલ્જિયમ સરકારે બુધવારે બે પ્રકારની ગાઈડલાઇન બહાર પાડી છે. આમાંથી, અન્ય દેશોના બહારના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ગાઈડલાઇન અનુસાર, હવે દેશમાં પ્રવેશ કરનાર મુસાફરે બે દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ દરમિયાન, તેના ટેસ્ટ પણ કરવામાં આવશે. જો રિપોર્ટ પોઝિટિવ આવે છે ટી તેને સરકારી હોસ્પિટલમાં રાખવામા આવશે. આવા દરેક મુસાફરે પ્રથમ અને સાતમાં દિવસે ટેસ્ટ કરાવવો જરૂરી હશે. તેનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બ્રિટનથી આવતા લોકો પર પ્રતિબંધ હાલમાં ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here