નાણા પ્રધાન નિર્મલા સિતારામને શનિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં સૌથી મોટી રાહત મધ્યમ વર્ગના પરિવારોને આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
આ બજેટમાં ટેક્સ રિજિમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ બજેટ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં સામે આવ્યો છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં જાહેર નવા ટેક્સ માળખામાં લગભગ ૫.૬૫ કરેડ કરદાતાઓને લાભ મળવાની આશા છે. જે ૪ લાખ રૂપિયા અને તેનાથી વધારે આવકના સ્લેબમાં આવે છે.
એસબીઆઇના રિપોર્ટ અનુસાર આ કરદાતાઓના સામૂહિક રીતે લગભગ ૧ લાખ કરોડ રૂપિયાના ટેક્સની બચત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૮ લાખ રૂપિયાથી ૧૨ લાખ રૂપિયા વાર્ષિક કમાવનાર વ્યકિતઓને આ ફેરફારોથી સૌથી વધારે ફાયદો થશે.
એસબીઆઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવા ટેક્સ માળખામાં લગભગ ૫.૬૫ કરોડ કરદાતાઓ (ચાર લાખ રૂપિયાથી ઉપરના સ્લેબ)ને લાભ થશે. જેનાથી કુલ કર બચત લગભગ ૧ લાખ કરોડ રૂપિયા થશે.
રિપોર્ટમાં એ પણ અંદાજ મૂકવામાં આવ્યો છે કે આ કર બચતથી વપરાશમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે. ૦.૭ એમપીસીના ઉપયોગ કરીને રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે વધારા ડિસ્પોજેબલ આવકથી વપરાશમાં ૩.૩ લાખ કરોડ રૂપિયાથી વૃદ્ધિ થશે.
આ સાથે જ ખર્ચમાં આ વધારાને કારણે આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. આ કારણે અર્થતંત્ર વધારે ગતિશીલ બનવાની સંભાવના છે. વધારે ખરીદીને કારણે માંગ વધશે, જેનાથી સંભવિત રીતે રોજગારી સર્જન અને સમગ્ર આર્થિક ખુશહાલીને વધારો મળશે.