લોકસભાની ચૂંટણીના માહોલમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. ભારતના ચૂંટણી પંચ (ECI)એ સરકારની માલિકીની NHAIને હાઇવે પર નવા યૂઝર ફી (ટોલ) દરોની ગણતરી સાથે આગળ વધવા કહ્યું છે કે જે વાસ્તવમાં સોમવારથી પહેલી એપ્રિલથી લાગુ થવાના હતાં પરંતુ સાથે જણાવ્યું હતું કે નવા દરો લોકસભાની ચૂંટણી પછી જ લાગુ થવા જોઇએ. અહેવાલો અનુસાર ઈસીઆઈએ એનએચએઆઈ (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને ટોલ ફીમાં વધારો હાલપૂરતો સ્થગિત કરવા જણાવ્યું છે.
ઈસીઆઈએ આ સંદર્ભમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રીના કોમ્યુનિકેશનનો જવાબ આપી રહ્યું હતું. ટોલ વધારાનું વાર્ષિક રિવિઝન કે જે સરેરાશ પાંચ ટકાની રેન્જમાં રહેવાની ધારણા હતી તે પહેલી એપ્રિલથી સમગ્ર દેશમાં મોટાભાગના ટોલ હાઇવે અને એક્સ્પ્રેસવે પર અમલમાં આવવાના હતાં પણ હવે લોકસભાની ચૂંટણી બાદ અમલમાં આવશે. આ દરમિયાન પાવર ટેરિફ અંગેના નિર્ણય માટેની જરૂરી પ્રક્રિયા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ચાલુ રાખવામાં આવી શકે છે પરંતુ તેનો અમલ સંબંધિત રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ જાય તે તારીખ પછી થઇ શકે. ઈસીઆઈએ પહેલી એપ્રિલ 2024ના રોજ માર્ગ મંત્રાલયને જણાવ્યું હતું કે માંગવામાં આવેલી સ્પષ્ટતાના સંદર્ભમાં કહેવામાં આવે છે કે, ચૂંટણી પંચ દ્વારા ટાંકવામાં આવેલ સૂચનામાં ઉલ્લેખવામાં આવેલા પાવર ટેરિફના સંદર્ભમાં યૂઝર ફીને જોવામાં આવશે.