નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે

0
0

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં કેન્દ્રીય ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય બાદ હવે ઈન્ટરપોલ આવ્યું છે. સગીર યુવતી નિત્યનંદિતા (Nitya Nandita) નું લોકેશન ટ્રેસ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલ (Interpol) નો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યાર નિત્ય નંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.

નિત્યનંદિતા નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શક્યતા
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલામાં નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા આખરે ઇન્ટરપોલની મદદ લેવાઈ છે. ગુજરાત પોલીસે આ કેસમાં ઈન્ટરપોલનો સંપર્ક કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું અને નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. તેથી નિત્યનંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે, કેસની શરૂઆતથી જ બંને યુવતીઓ વિદેશમાં હોવાની ચર્ચા ઉઠી હતી. તો તાજેતરમાં જ ગુજરાત પોલીસે પણ કહ્યું હતું કે, નિત્યાનંદ પણ વિદેશમાં છે. તે દેશ છોડીને ભાગી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કેસમાં જે ઈન્ટરપોલ વચ્ચે આવશે તો લપંટ ગુરુ અને તેની બે શિષ્યા બનેલી લોપામુદ્રા અને નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરી શકાશે.

આશ્રમની સંચાલિકાઓના રિમાન્ડનો આખરી દિવસ
અમદાવાદ નિત્યાનંદ આશ્રમ મામલે આજે આશ્રમની સંચાલિકાઓના રિમાન્ડનો આખરી દિવસ છે. આજે બપોરના સમયે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં બંને સંચાલિકાઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે. પોલીસ બંને સંચાલીકાઓને સાથે રાખીને તપાસ કરી રહી હતી. પોલીસે નિત્યાનંદ આશ્રમ વિરુદ્ધ ધણા મહત્વના પુરાવાઓ એકત્રિત કરી ચૂકી છે. પરંતું હજુ વધુ પુરાવા એકત્રિત કરવા માટે સંચાલિકાઓના વધારાના રિમાન્ડની માંગણી પોલીસ કરી શકે છે. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં બંન્ને સંચાલિકાને સાથે રાખીને ફરી તપાસ ચાલુ કરી છે. પોલીસે આશ્રમ માથી મળી આવેલા લોકરની તપાસ કરી હતી. જેમાંથી પોલીસને મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. ત્યારે પોલીસે ફરી એકવાર બંને સંચાલિકાઓને સાથે રાખીને આશ્રમમાં તપાસ હાથ ધરી છે. સોમવારના રોજ બંને સંચાલિકાના રિમાન્ડ પૂર્ણ થવાના છે, જેના કારણે પોલીસે તપાસ વધારે તેજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here