Thursday, September 23, 2021
Homeન્યૂ અપડેટ : LGએ તેનાં એન્ડ્રોઇડ 11, 12 અને 13 OSની અપડેટ...
Array

ન્યૂ અપડેટ : LGએ તેનાં એન્ડ્રોઇડ 11, 12 અને 13 OSની અપડેટ રિલીઝ કરી

સાઉથ કોરિયન કંપની LGએ તેના ઘણા સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડની નવી ઓપરેટિંગ સિસ્ટમની અપડેટ બહાર પાડી છે. એટલે કે, યુઝર્સ તેમના સ્માર્ટફોનને એન્ડ્રોઇડ 11, એન્ડ્રોઇડ 12 અને એન્ડ્રોઇડ 13 સાથે અપડેટ કરવામાં સમર્થ હશે. ખાસ વાત એ છે કે કંપનીએ તેના સ્માર્ટફોનમાં એવા સમયે અપડેટ આપી છે જ્યારે કંપનીએ તેના મોબાઇલ બિઝનેસને બંધ રાખવાની જાહેરાત કરી છે. અપડેટની માહિતી સાઉથ કોરિયા અને જર્મનીની વેબસાઇટ પર આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં અપડેટ્સ મળશે
LG Wing
LG Velvet
LG Velvet LTE
LG V50S
LG V50
LG G8
LG Q31
LG Q51
LG Q52
LG Q61
LG Q70
LG Q92
LG Q9 One
LG G8X
LG G8S
LG K52
LG K42
નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્માર્ટફોનને અપડેટ કરવા અથવા અપડેટ ચેક કરવા માટે Settings > About phoneમાં જવાનું રહેશે. જો અહીં કોઈ નવી અપડેટ આવી હશે તો ફોનને અપડેટ કરી દો. ફોનને અપડેટ કરતી વખતે ધ્યાનમાં રાખો કે ફોનની બેટરી 50% સુધી ચાર્જ થયેલી હોવી જરૂરી છે.

LG મોબાઇલ બિઝનેસ બંધ કરી દેશે
LG ઇલેક્ટ્રોનિક્સએ સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની 31 જુલાઈ પછી સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. નુકસાનના કારણે વ્યવસાયને બંધ કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે તેના મોબાઇલ વિભાગને બંધ કરવા જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments