નવા વેરિયન્ટ : અમેરિકામાં કોરોના વિરિદ્ધ લડાઈમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી મોટું જોખમ

0
0

કોરોનાના નવા વેરિયન્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે. 24 કલાકની અંદર જ ભારત અને અમેરિકાના નિષ્ણાતાઓ નવા વેરિયન્ટ વિશે ચેતવણી જાહેર કરી છે. મંગળવારે એક્સપર્ટે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. એ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટ એન્થની ફૌચીએ પણ ચેતવણી આપી છે.

ફૌચીએ કહ્યું હતું કે અમેરિકામાં કોરોના સંક્રમણ સમાપ્ત કરવાના પ્રયત્નોમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી મોટું જોખમ છે. તેમનું કહેવું છે કે કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એનાથી બીમારીની ગંભીરતા વધી જાય છે.

વેક્સિન પર ફોકસ કરવાની જરૂર
ફૌચીનું એવું પણ કહેવું છે કે ફાઈઝર સહિત જે કંપનીઓની વેક્સિન અમેરિકામાં લગાવવામાં આવી રહી છે એ કોરોનાના નવા વેરિયન્ટ પર અસરકારક છે. અમારી પાસે સંક્રમણ રોકવાના ઉપાયો છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ફૌચીનું કહેવું છે કે શક્ય હોય એટલો ઝડપથી વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવો જોઈએ.

કોરોના વિશે અમેરિકન સરકારના સિનિયર એડવાઈઝર જેફરે જેન્ટ્સનું કહેવું છે કે 4 જુલાઈ સુધી 70 ટકા યુવા વસતિને વેક્સિન આપવાના ટાર્ગેટમાં પાછળ પડ્યા છીએ. એમાં હજી થોડાં સપ્તાહ થઈ શકે છે. એ ઉપરાંત કહ્યું છે કે 27 વર્ષ સુધી 70 ટકા યુવાનોને 4 જુલાઈ સુધી વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવે એવી શક્યતા છે.

ભારતમાં ડેલ્ટા વેરિયન્ટ વિશે 3 રાજ્યમાં ચેતવણી
નોંધનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને કારણે જોખમી થઈ હતી અને હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશેની ચિંતા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવવાનું કારણ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.
હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે આ વેરિયન્ટ દુનિયાના 9 દેશમાં છે. ભારતમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 22 કેસ નોંધાયા છે. એમાં સૌથી વધારે 16 મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવના છે, બાકીના કેસ મધ્યપ્રદેશ અને કેરળના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here