Wednesday, January 19, 2022
Homeવિશ્વNew Year : કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વિશ્વના 12 દેશમાં જાહેર ઉજવણી...

New Year : કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વિશ્વના 12 દેશમાં જાહેર ઉજવણી થઇ

ન્યૂ યર સેલિબ્રેશન પર આ વખતે પણ કોરોનાના ઓછાયા રહ્યા પણ રસીકરણની ઝડપ વધતાં અને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વિશ્વના 12 દેશમાં જાહેર ઉજવણી થઇ, જેમાં ઓસ્ટ્રેલિયા, રશિયા, બ્રાઝિલ, સ્પેન જેવા દેશો સામેલ છે. હોંગકોંગમાં 2019 બાદ આ વખતે પહેલીવાર ન્યૂ યરની જાહેર ઉજવણી કરાઇ. અમેરિકાના ન્યૂયોર્કમાં કેટલાક પ્રતિબંધો સાથે ટાઇમ્સ સ્ક્વેર પર સેલિબ્રેશનની મંજૂરી અપાઇ.

જોકે, અમેરિકામાં લોકો જાહેર ઉજવણીની મંજૂરી ન મળતાં નિરાશ પણ થયા. મોટા ભાગના દેશોમાં જાહેર ઉજવણી પર પ્રતિબંધ રહ્યો છે. દરમિયાન, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જ્યાંથી ફેલાયો છે તેવા દક્ષિણ આફ્રિકામાં શુક્રવારથી પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરાઇ. દ.આફ્રિકન સરકારનું કહેવું છે કે કોરોનાની ચોથી લહેર હવે ધીમી પડી ચૂકી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોનાના નવા કેસ 30% સુધી ઘટ્યા છે. બીજી તરફ જર્મનીના મુખ્ય રોગ નિષ્ણાત ક્રિશ્ચિયન ડ્રોસ્ટનનું કહેવું છે કે તેમના દેશમાં 2022ના અંત સુધીમાં કેસ ઘણા ઘટી જશે.

અમેરિકામાં 1 દિવસમાં જ અંદાજે 1 હજાર ફ્લાઇટ રદ

કોરોનાના વધતા કેસોને કારણે શુક્રવારે અમેરિકામાં એક જ દિવસમાં અંદાજે 1 હજાર ફ્લાઇટ રદ કરાઇ. ફ્લાઇટઅવેર વેબસાઇટના જણાવ્યાનુસાર છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અમેરિકામાં અંદાજે 5 હજાર ફ્લાઇટ રદ કરાઇ છે, જેના કારણે 1 કરોડથી વધુ લોકો ક્રિસમસ અને ન્યૂ યર પર ઘરે ન જઇ શક્યા.

અહીં ઉજવણી: સિડનીમાં પરંપરાગત ઉત્સાહ

અમેરિકા: ટાઇમ્સ સ્ક્વેર પર ઉજવણીમાં 15 હજાર લોકો જોડાયા.
દુબઇ: બુર્જ ખલીફા ટાવરમાં લેસર શો અને આતશબાજી.
રશિયા: મોટાં શહેરોમાં જાહેર કાર્યક્રમો પર રોક નહીં.
ઓસ્ટ્રેલિયા: સિડનીમાં આતશબાજી થઇ, અન્ય રાજ્યોમાં પણ સેલિબ્રેશન.
સ્પેન: દર્દીઓ દાખલ થવાનું પ્રમાણ ઘટ્યું, જાહેર ઉજવણીની મંજૂરી.
બ્રાઝિલ: રિયો ડી જેનેરિયોમાં જાહેર આતશબાજી થશે.

અહીં રોક: લંડનમાં આતસબાજી નહીં

ઇટાલી: પોપ ફ્રાન્સ વેટિકનમાં પરંપરાગત ન્યૂ યર મેસેજ રદ કર્યો.
ઓસ્ટ્રિયા: દેશભરમાં નાઇટ કર્ફ્યૂ છે. હોટલ-બાર બંધ રહેશે.
બ્રિટન: સતત બીજા વર્ષે લંડનમાં આતશબાજી પર રોક.
ફ્રાન્સ: પેરિસમાં આ વર્ષે જાહેર આતશબાજી પર રોકના આદેશ.
ગ્રીસ: એથેન્સના મશહૂર એક્રોપોલિસમાં આ વખતે આયોજન નહીં.
દ.કોરિયા: નાઇટ કર્ફ્યૂ છે. જાહેર કાર્યક્રમો પર રોક.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular