ન્યૂયોર્ક : ડોનાલ્ડ ટ્રમ્પનું બોઈંગ-757 વિમાન ન્યૂયોર્કના એરપોર્ટ પર ધૂળ ખાઈ રહ્યું છે

0
6

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાનગી બોઈંગ-757 વિમાન હાલના દિવસોમાં ન્યૂયોર્કના એક નજીકના એરપોર્ટ પર ધૂળ ખાઈ રહ્યું છે. આ વિમાનની ખાસ વાત એ છે કે તેની અંદર સોનાનો ઢોળ ચઢાવેલો બાથરૂમ છે. સાથે જ 24 કેરેટ સોનાના બક્કલ્સવાળા સીટ બેલ્ટ પણ છે. આ વિમાન ટ્રમ્પ ફોટોશૂટ, ચૂંટણી પ્રચાર, વિશેષ પ્રવાસ માટે કરતા હતા.

જોકે એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યાનુસાર ટ્રમ્પનું આ આલિશાન વિમાન નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના શપથ સમારોહ બાદથી એકવાર પણ ઉડ્યું નથી. એવું એટલા માટે કેમ કે ત્યારથી ટ્રમ્પ જાહેર જીવન અને યાત્રાઓથી દૂર રહ્યા છે. તેના પરિણામે ટ્રમ્પના આ વિમાનનું એક એન્જિન બગડી ગયું છે. તેના અમુક હિસ્સા ગૂમ થઈ ગયા છે. બીજું એન્જિન બગડવાની અણીએ છે. આ વિમાનને ફરીવાર ઉડવા લાયક બનાવવા માટે ભારે ખર્ચ કરવો પડશે.

ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા
તાજેતરમાં વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પ્રથમ વખત લોકોની સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે મારો રિપબ્લિકન પાર્ટીથી અલગ થવાનો કોઈ ઇરાદો નથી. હું કોઈ નવી પાર્ટી બનાવવા નથી માગતો.

તેમણે જણાવ્યું હતું કે ‘આજે હું આપની સામે જાહેરાત કરવા આવ્યો છું કે 4 વર્ષ પહેલાં જે અતુલનીય યાત્રા સાથે મળીને શરૂ કરી હતી એનો અંત હજી દૂર છે. હજી ઘણુંબધું કરવાનું બાકી છે. આપણે અહીં અમારી મૂવમેન્ટ, પોતાની પાર્ટી અને આપણા દેશના ભવિષ્ય બાબતે વાત કરવા માટે ભેગા થયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here