ન્યૂયોર્ક – આજે થશે ટ્રંપના સૌથી મોટા ‘દુશ્મન’ સાથે PM મોદીની મુલાકાત

0
0

ન્યૂઝ ડેસ્ક, સીએન 24, નવી દિલ્હી

પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની સાથે આજે મુલાકાત કરશે. ન્યૂયોર્કમાં થનારી આ બેઠક ત્યારે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ પહોંચી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપના સૌથી મોટા દુશ્મન છે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની.

  • પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
  • ન્યૂયોર્કમાં યોજાશે પીએમ મોદી અને હસન રુહાનીની બેઠક
  • ટ્રંપના સૌથી મોટા દુશ્મન છે ઈરાનના રાષ્ટ્રપતિ

જાણો આજે ન્યૂયોર્કમાં પીએમ મોદી કોને કોને મળશે?

ન્યૂયોર્કમાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની સાથે પીએમ મોદી આજે મુલાકાત કરશે. આ સિવાય તેઓ સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસીદેસ અને ગ્રીસના પીએમ ક્યારીકોસ મિત્સોટાકિસને પણ મળશે.

ન્યૂયોર્કમાં પીએમ મોદી-હસન રુહાનીની મુલાકાત

પીએમ મોદી આજે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની મુલાકાત કરશે. ન્યૂયોર્કમાં યોજાનારી આ બેઠક ત્યારે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાનની વચ્ચેની તણાવની સ્થિતિ ચરમસીમાએ છે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપના  વચ્ચે મંગળવારે મુલાકાત થઈ હતી.

ટ્રંપે ઈરાનને આતંકવાદીઓ માટે નંબર 1 દેશ કહ્યો

આ મુલાકાતમાં આતંકવાદની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેની પહેલા જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની સાથે ટ્રંપે મુલાકાત કરી હતી ત્યારે પણ ઈરાનનો મુદ્દો ચર્ચાયો હતો અને ટ્રંપે ઈરાનને આતંકવાદીયો માટે નંબર 1 દેશ ગણાવ્યો હતો.

ઈમરાન ખાન – હસન રુહાનીની મધ્યસ્થતાને લઈને મુલાકાત

પીએમ મોદીનો પ્રવાસ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનના દબાણ પછી થઈ રહ્યો છે. જેમાં ઈમરાને કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેમને ઈરાનની સાથે વિવાદમાં મધ્યસ્થની ભૂમિકા ભજવવા કહ્યું. પરંતુ ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રંપે મને કહ્યું કે ઈરાનની સાથે તણાવ ઘટશે તો અમે એકમેકની સાથે આવી શકીશું. ઈમરાને કહ્યું કે મેં ટ્રંપની મુલાકાત બાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે વાત કરી. પણ હાલમાં કંઈ કહી શકાય તેમ નથી. અમે મધ્યસ્થતાની કોશિશ કરી રહ્યા છીએ.

પરમાણુ કરારથી ટ્રંપના બહાર આવ્યા બાદ વધી તણાવની સ્થિતિ

ઈરાનની સાથે નિભાવવામાં આવતી ભૂમિકા ટ્રંપને માટે ઈમરાન ખાનને મજબૂત કરી શકે છે. ઈરાનની સાથે 2015ના બહુપક્ષીય પરમાણુ સોદાથી ટ્રંપ બહાર નીકળ્યા બાદ જ સંકટ તૈયાર થયું. ત્યારબાદ ટ્રંપના કહેવાથી કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા જેમાં તેલની નિકાસ પર પ્રતિબંધ મુખ્ય છે.  તણાવ વધવાની સ્થિતિમાં ઈરાને જૂનમાં અમેરિકી સેના પર ડ્રોનને પાડી દીધું. ત્યારપછી સ્થિતિ કાબૂ બહાર થઈ પરંતુ ટ્રંપે છેલ્લી ઘડીએ ઈરાન પર અમેરિકાના મિસાઈલ હુમલાને રોકી દીધો. જૂનમાં ઓમાનની ખાડીમાં બે તેલ ટેંકરો પર હુમલો કર્યો અને 14 સપ્ટેમ્બરે ડ્રોન હુમલાથી સઉદી તેલ રિફાઈનરી પર હુમલો કર્યો.

ન્યૂયોર્કમાં અમેરિકા અને ઈરાનનો તણાવ ઓછો કરવાની કોશિશ

ફ્રાંસના રાષ્ટ્રપતિ અમેરિકા અને ઈરાનના આ તણાવને ઓછો કરવા માટે ટ્રંપ અને રુહાનીને ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છે જે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્કમાં છે.  અમેરિકા દ્વારા હટાવેલા પ્રતિબંધને લઈને બેઠક પર વિચાર કરવાનો રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ઈન્કાર કર્યો હતો. અફઘાનિસ્તાનને વિષે ઈમરાન ખાને કહ્યું કે અમે હવે વાતચીતની કોશિશ કરી રહ્યા છીએ કે તાલિબાન અને અમેરિકા વચ્ચે વાતચીત ફરી શરૂ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here