ન્યૂયોર્ક : હવે સ્કૂલ સ્ટુડન્ટ્સની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે

0
3

ન્યૂયોર્કમાં હવે સ્કૂલ સ્ટુડન્ટ્સની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે. ખાસ વાત એ છે કે થર્મોમીટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હશે, જેથી બાળકોને તાવ કે બીજાં લક્ષણો હશે તો તેનો રિયલ ટાઇમ ડેટા મળશે અને ઝડપથી ટેસ્ટ, બીમારીની ઓળખ અને ઝડપથી સારવારમાં મદદ મળશે. આ થર્મોમીટર ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ બનાવ્યું છે. આ સ્ટાર્ટઅપે બીમારીઓના નિદાનની બાબતમાં સરકારી હેલ્થ એજન્સીઓને પણ પછાડી છે.

તેણે કોરોનામાં અસાધારણ તાવ તથા લક્ષણો સરકારથી 18 દિવસ પહેલાં જ શોધી કાઢ્યાં હતાં. ઇન્દરસિંહ કહે છે, આનો અર્થ એ નથી કે અમે સ્માર્ટ છીએ પણ અમારી પાસે સાચો અને બહેતર ડેટા હોય છે. કિનસા ન્યૂયોર્કની એલિમેન્ટરી સ્કૂલોને આવા 1 લાખ થર્મોમીટર આપવાની છે. તે માટે તેણે ન્યૂયોર્કના આરોગ્ય વિભાગ સાથે કરાર કર્યો છે.

ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિયોના વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકાર ડૉ. જય વર્મા જણાવે છે કે કોરોના મહામારી દરમિયાન આપણે બહુ મહત્ત્વનો બોધપાઠ શીખ્યા કે કોઇ બીમારીનો રિયલ ટાઇમ અને ચોક્કસ ડેટા હોવો કેટલો જરૂરી છે? પ્રથમ તબક્કો ગયા મહિને જ શરૂ થઇ ચૂક્યો છે, જે અંતર્ગત શહેરની 50 સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ અને વાલીઓને 5 હજાર થર્મોમીટર મફત અપાઇ ચૂક્યા છે.

સરકારી સ્વાસ્થ્ય એજન્સીઓને રિયલ ટાઇમ ડેટા મોકલશે
કોઇને થોડી અશક્તિ કે બીમારી હોય તેવું લાગે અને તે થર્મોમીટરનો ઉપયોગ કરે કે તરત થર્મોમીટર તે બીમાર હોવાનો સ્વાસ્થ્ય વિભાગને સંકેત મોકલશે. આ રીતે શહેરને ફ્લૂ તથા અન્ય ચેપી રોગોથી બચવાની ચેતવણી તથા અસામાન્ય સ્થિતિમાં તૈયારી કરવાની તક મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here