Thursday, August 5, 2021
No menu items!
Homeન્યૂયોર્ક : ઉત્તર પશ્ચિમ અમેરિકામાં જૂનમાં થયેલી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ વગર શક્ય...
Array

ન્યૂયોર્ક : ઉત્તર પશ્ચિમ અમેરિકામાં જૂનમાં થયેલી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ વગર શક્ય ન હતી

યુરોપના કેટલાક ધનવાન દેશોમાં ગયા સપ્તાહે આવેલા પૂરે વિનાશ વેર્યો છે. જર્મની, બેલ્જિયમમાં ઉછાળા મારતી નદીઓએ કેર વર્તાવ્યો છે. ઠંડા અને ધૂમ્મસમાં લપેટાયેલા હવામાન માટે પ્રખ્યાત અમેરિકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગરમીથી અસંખ્ય લોકોનાં મોત થયા છે. પશ્ચિમ ભાગમાં આવેલા 12 રાજ્ય વધુ એક ગરમ લહેરની ઝપટમાં છે. કેનેડામાં જંગલોની આગે એક આખા ગામડાને સાફ કરી નાખ્યું. મોસ્કોમાં તાપમાન વિક્રમી સપાટીએ છે. સાઈબેરિયાના જંગલોમાં સતત આગ લાગી રહી છે. અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે થયેલા જળવાયુ પરિવર્તને આ દેશોને શિકાર બનાવ્યા છે. આગામી વર્ષોમાં યુરોપ, અમેરિકા સહિત અનેક દેશોમાં સ્થિતિ વધુ ખરાબ બનશે.

હકીકતમાં આખી દુનિયા જળવાયુ પરિવર્તનની ગતિ ધીમી કરવા તૈયાર નથી. ગયા સપ્તાહની ઘટનાઓએ એ દેશોને હચમચાવી નાખ્યા છે, જેમણે 100થી વધુ વર્ષ સુધી કોલસા, ખનીજ તેલ અને ગેસનો અંધાધૂંધ ઉપયોગ કરીને સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. આ દેશોની ગતિવિધિઓને કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસોની ભરમાર આવી છે અને દુનિયામાં અમર્યાદિત પ્રમાણમાં ગરમી વધી છે. ભીષણ હવામાન અને જળવાયુ પરિવર્તન વચ્ચેના સંબંધ અંગે અભ્યાસ કરતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી ફ્રેડરિક ઓટોનું કહેવું છે કે, આપણે લોકોનું જીવન બચાવવું પડશે.

વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યૂટની ભારત ખાતેની કચેરીના જળવાયુ ડિરેક્ટર અલકા કેલકરનું કહેવું છે કે, ઔદ્યોગિક દેશો દ્વારા 100થી વધુ વર્ષો સુધી ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જને હવામાનની ભયાનક ગતિવિધિઓને બળ આપ્યું છે. તેનાથી ગરીબ દેશોમાં વિનાશ વેરાયો છે અને ધનવાન દેશો નવી-નવી કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં જળવાયુ પરિવર્તનના કારણે સદીના અંત સુધીમાં યુરોપમાં વરસાદની સાથે-સાથે વાવાઝોડાની ચેતવણી અપાઈછે. અમેરિકામાં 2010 પછી પૂરને કારણે 1000થી વધુનાં મોત થયા છે. દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં છેલ્લા કેટલાક વર્ષથી ભીષણ ગરમીથી મોત વધી રહ્યાં છે.

વિનાશકારી પરિણામોની આશંકા
યુરોપ, અમેરિકા, કેનેડા, રશિયાના ઘટનાક્રમ વિજ્ઞાનને નજરઅંદાજ કરવાનું પરિણામ છે. જળવાયુ મોડલોએ વધતા તાપમાનના વિનાશકારી પ્રભાવની ચેતવણી આપી છે. 2018ના વૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં ચેતવણી અપાઈ છે કે, વૈશ્વિક તાપમાનમાં સરેરાશ વધારાને જો 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું ન રખાયું તો વિનાશકારી પરિણામ આવશે. સમુદ્રકિનારાના શહેર ડૂબી જશે. દુનિયાના અનેક વિસ્તારોમાં ખેતિનો નાશ થશે. ડો. ઓટો અને આંતરરાષ્ટ્રીય રિસર્ચરોની ટીમનો નિષ્કર્ષ છે કે, ઉત્તર પશ્ચિમ અમેરિકામાં જૂનમાં થયેલી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ વગર શક્ય ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments