Wednesday, September 29, 2021
Homeન્યૂયોર્ક : દિગ્ગજ મહિલા એથ્લિટોએ મોટી બ્રાન્ડ છોડી
Array

ન્યૂયોર્ક : દિગ્ગજ મહિલા એથ્લિટોએ મોટી બ્રાન્ડ છોડી

અમેરિકાની સિમોન બાઈલ્સે જ્યારે ટોક્યો ઓલિમ્પિકની જિમ્નાસ્ટ મેચમાંથી નામ પાછું ખેંચી લીધું ત્યારે નાની બ્રાન્ડ એથ્લીટાએ તેનું જાહેરમાં સમર્થન કર્યું હતું. - Divya Bhaskarમહિલાઓ અને યુવતીઓના પરિધાન બનાવતી ગેપ કંપનીની બ્રાન્ડ એથ્લીટાએ ક્યારેય પણ કોઈ એથ્લીટને પ્રાયોજિત કર્યો નથી. જોકે, 2019માં તેણે છ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચુકેલી એલિસન ફેલિક્સને ઓફર આપી. ફેલિક્સે ગર્ભવતિ મહિલાઓ દોડવીરોને પૈસા આપવા બાબતે જાણીતી કંપની નાઈકે સામે બાથ ભીડી હતી. નાની કંપની ગેપ એ ફેલિક્સને ટેકો આપ્યો અને કહ્યું કે, રેસ હારવા કે વધુ બાળકોને જન્મ આપવાની સ્થિતિમાં તેના પૈસા કાપશે નહીં. જોકે, ફેલિક્સ દ્વારા ટીકા થયા પછી નાઈકેએ ગર્ભવતી એથ્લિટો માટે પોતાની નીતિ બદલી નાખી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ફેલિક્સ કહે છે કે, એથ્લિટાનું માનવું છે કે, હું એથ્લિટની સાથે માતા પણ છું. નાની કંપનીને મહત્ત્વ આપનારી ફેલિક્સ એટલી નથી. આ બાજુ અનેક મહિલા એથ્લિટોએ મોટી બ્રાન્ડ છોડીને નાની કંપનીઓ સાથે કરાર કર્યા છે. તેમણે મોટી કંપનીઓની પોતાની શરતોની ટીકા કરી છે.

અમેરિકન જિમનાસ્ટ સિમોન બાઈલ્સ અને અનેક પૂર્વ ઓલિમ્પિક ખેલાડી નાઈકે જેવા પરંપરાગત પ્રાયોજકને બદલે નાની બ્રાન્ડ પસંદ કરી રહી છે. અનેક યુવાન મહિલા એથ્લિટનું કહેવું છે કે, નાની બ્રાન્ડ તેમની સાથે અનેક પ્રકારે કામ કરે છે. તેમને કર્મચારી તરીકે રાખે છે. ભાગીદાર બનાવે છે. નવી પ્રોડક્ટ સાથે સાંકળે છે. મેદાનમાં તેમના પ્રદર્શનના બદલે તેમના અંગત જીવન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વધુ ધ્યાન આપે છે.

આ વર્ષે નાઈકે છોડવા અને લુલુલેમન કંપની સાથે કરાર કરનારી સ્ટીપલ ચેઝર કોલીન કિગ્લી કહે છે કે, પૈસાની લાલચમાં એથ્લિટ પર ફોર્મમાં ન હોવા કે ઘાયલ થવા છતાં સારા પ્રદર્શનનું દબાણ રહે છે. જેની નુકસાનકારક મનોવૈજ્ઞાનિક અસર પડે છે. સિમોન બાઈલ્સે આ વર્ષે નાઈકે સાથેનો કરાર સમાપ્ત કરીને એથ્લિટાને પસંદ કરી છે. તેનું કહેવું છે કે, નાની બ્રાન્ડ માત્ર મારી ઉપલબ્ધિઓ પુરતી જ મર્યાદિત નથી. તેઓ મારો ઉપયોગ મહિલાઓ અને બાળકોના પ્રતિનિધિ તરીકે કરશે. હું જે મૂલ્યો સાથે ઊભી છું, તેનું તેઓ સમર્થન કરે છે. સિમોન દ્વારા આ સપ્તાહે ટોક્યો ઓલિમ્પિકમાંથી નીકળી જવાના નિર્ણયનું એથ્લિટાએ સમર્થન કર્યું છે.

લુલુલેમનના મુખ્ય બ્રાન્ડ અધિકારી નિક્કી ન્યૂબર્ગરનું કહેવું છે કે, અમે ઉપલબ્ધિઓ અને રેકોર્ડ પર વધુ ધ્યાન આપતા નથી. મોટી કંપનીઓ જાણીતા ખેલાડી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ નાખે છે. મહિલા એથ્લિટો પર દબાણનો એક કિસ્સો તાજેતરમાં જ ચર્ચામાં રહ્યો છે. નાઈકે સાથે અગાઉ કરાર કરનારી રનર મેરી કેને કહ્યું કે, નાઈકેના કોચે તેના પર એટલું બધું વજન ઘટાડવા ભાર મુક્યો કે, તેનું શરીર નબળું પડી ગયું. બીજી તરફ નાઈકેનું કહેવું છે કે, તેણે ગર્ભવતી મહિલા એથ્લિટોને 12 મહિના સુધી પ્રદર્શનના માપદંડમાં છૂટ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments