Friday, April 19, 2024
Homeબીજી ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડ 63/0, ભારતથી 179 રન પાછળ
Array

બીજી ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડ 63/0, ભારતથી 179 રન પાછળ

- Advertisement -
  • ભારત 242 રનમાં ઓલઆઉટ થયું, અંતિમ 6 વિકેટ 48 રનમાં ગુમાવી
  • વિહારીએ 55, જ્યારે પુજારા અને પૃથ્વી બંનેએ 54 રન કર્યા
  • કોહલી, રહાણે અને મયંક સિંગલ ડિજિટમાં આઉટ થયા
  • કિવિઝ માટે જેમિસને 5, બોલ્ટ અને સાઉથીએ 2-2 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ ભારત સામેની બીજી ટેસ્ટમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઇન્ડિયાને 242 રનમાં ઓલઆઉટ કર્યા પછી કિવિઝે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 63 રન કર્યા છે. ટોમ લેથમ 27 રને અને ટોમ બ્લેન્ડલ 29 રને રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે ભારત સામે 20 ઇનિંગ્સ અને 5 સીરિઝ પછી 50 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી છે. છેલ્લે બ્રાયન યંગ અને બ્લેર હાર્ટલેન્ડે માર્ચ 1994માં 50 રનની પાર્ટનરશીપ કરી હતી, તે કપિલ દેવની અંતિમ ટેસ્ટ હતી.

ભારત 242 રનમાં ઓલઆઉટ થયું

ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ખાતે 242 રનમાં ઓલઆઉટ થયું છે. ભારત માટે હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ ફિફટી ફટકારતા અનુક્રમે 55, 54 અને 54 રન કર્યા હતા. જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે 63 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી અને 250 રનનો આંક વટાવી શકી નહોતી. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે કાઇલી જેમિસને 5, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ લીધી હતી.

અંતિમ 6 વિકેટ 48 રનમાં ગુમાવી

ભારતનો એકસમયે સ્કોર 194/4 હતો. જોકે વિહારી અને પુજારા આઉટ થતા ટીમ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ શમી 16 અને જસપ્રીત બુમરાહ 10*એ અંતિમ વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અંતિમ 6માંથી 4 વિકેટ જેમિસને લીધી હતી. પોતાની બીજી ટેસ્ટમાં તેણે કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટની સિદ્ધિ પોતાના નામે કરી છે.

પુજારા અને વિહારીની 81 રનની ભાગીદારીએ ભારતને મેચમાં જીવંત રાખ્યું

  • પૃથ્વી શોએ ભારતને શાનદાર શરૂઆત અપાવતા કરિયરની બીજી ફિફટી મારી હતી. તેણે 64 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા.
  • જોકે મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ નિરાશ કર્યા હતા અને ટીમ ઇન્ડિયાએ શોએ અપાવેલી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો ન હતો.
  • મયંક 7, કોહલી 3 અને રહાણે 7 રને પેવેલિયન ભેગા થયા હતા. 113 રનમાં 4 વિકેટ ગુમાવતા ભારત જલ્દી મેચની બહાર થઇ જશે તેમ જણાતું હતું.
  • ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ પાંચમી વિકેટ માટે હાથ મિલાવતા 81 રનની ભાગીદારી કરી હતી. વિહારીએ કરિયરની ચોથી ફિફટી ફટકારતા 70 બોલમાં 10 ફોરની મદદથી 55 રન કર્યા હતા. જ્યારે પુજારાએ કરિયરની 25મી અને ન્યૂઝીલેન્ડમાં પ્રથમ ફિફટી ફટકારતા 140 બોલમાં 6 ફોરની મદદથી 54 રન કર્યા હતા.

https://twitter.com/BCCI/status/1233591697260417025

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની 10 ઇનિંગ્સમાં 204 રન કર્યા, માત્ર એક ફિફટી મારી.

T-20 સીરિઝમાં 45, 11, 38 અને 11 રન કર્યા.

વનડેમાં 51, 15 અને 9 રન કર્યા.

ટેસ્ટમાં 2, 19 અને 3 રન કર્યા.

ટિમ સાઉથીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાર આ ખેલાડીઓને આઉટ કર્યા:

  • 10 : વિરાટ કોહલી*
  • 10 : દિમૂઠ કરુણારત્ને
  • 9 : રોહિત શર્મા
  • 9 : તમીમ ઇકબાલ
  • 8 : એન્જલો મેથ્યુઝ

ભારતની વિકેટ આ રીતે પડી:

1) મયંક અગ્રવાલ 7 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો જોકે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો નહોતો. (30-1)

2) પૃથ્વી શો 54 રને જેમિસનની બોલિંગમાં સ્લીપમાં લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. (80-2)

3) વિરાટ કોહલી 3 રને ટિમ સાઉથીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (85-3)

4) અજિંક્ય રહાણે 7 રને ટિમ સાઉથીની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો. (113-4)

5) હનુમા વિહારી 55 રને વેગનરની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (194-5)

6) ચેતેશ્વર પુજારા 54 રને જેમિસનના બાઉન્સરમાં પુલ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર વોટલિંગે તેનો સરળ કેચ કર્યો હતો. (197-6)

7) ઋષભ પંત 12 રને જેમિસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. (207-7)

8) ઉમેશ યાદવ શૂન્ય રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (207-8)

9) રવિન્દ્ર જાડેજા 9 રને જેમિસનની બોલિંગમાં ફાઈન લેગ પર બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. (216-9)

10) મોહમ્મદ શમી 16 રને બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. (242-10)

ભારત માટે ન્યૂઝીલેન્ડમાં ફિફટી મારનાર સૌથી યુવા બેટ્સમેન:

  1. 16 વર્ષ 291 દિવસ: સચિન તેંડુલકર, નેપિયર, 1990
  2. 20 વર્ષ 112 દિવસ: પૃથ્વી શો, ક્રાઈસ્ટચર્ચ, 2020*
  3. 21 વર્ષ 336 દિવસ: અતુલ વાસન, ઓકલેન્ડ, 1990

 

ભારતની પ્લેઈંગ 11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ટોમ બ્લેન્ડલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, નિલ વેગનર અને કાઈલી જેમિસન

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular