Saturday, September 25, 2021
Homeન્યૂ ઝીલેન્ડ : ઓલિમ્પિક્સમાં મેડલ જીતેલા એથ્લીટની પૂર્વ પ્રેમિકાએ કહ્યું, ‘તેની સાથે...
Array

ન્યૂ ઝીલેન્ડ : ઓલિમ્પિક્સમાં મેડલ જીતેલા એથ્લીટની પૂર્વ પ્રેમિકાએ કહ્યું, ‘તેની સાથે બ્રેકઅપ કરી મને પસ્તાવો થઈ રહ્યો’

ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવો એ કોઈ નાની-સૂની વાત નથી. ખેલાડીઓ આખું વર્ષ એક મેડલ માટે કપરી મહેનત કરતા હોય છે અને અહીં તેમની સ્પર્ધા દુનિયાભરનાં એથ્લીટ સાથે થાય છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેન્સ ઈન્ડિવિડ્યુઅલ ટ્રાઈથ્લોનમાં ન્યૂ ઝીલેન્ડના એથ્લીટ હેડન વાઈલ્ડે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ મેડલની જેટલી ખુશી હેડનન એથી તેના કરતાં ડબલ દુઃખ તેની એક્સ ગર્લફ્રેન્ડને થયું છે. ટીવી શોમાં તેની પૂર્વ પ્રેમિકાએ કહ્યું કે, તેની સાથે બ્રેક કરી મને પસ્તાવો થઈ રહ્યો છે.

સ્કૂલ ટાઈમમાં બંને રિલેશનમાં હતાં
હેડનની એક્સ ગર્લફ્રેન્ડનું સ્ટેટમેન્ટ અનેક ન્યૂઝ ચેનલમાં હેડલાઈન બની ગઈ. હેડન મેડલ જીતીને પોતાને દેશ પરત આવ્યો ત્યારે અનેક ન્યૂઝ ચેનલે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન હેડનની પૂર્વ ગર્લફ્રેન્ડે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ યુવતી સ્કૂલ ટાઈમમાં હેડન સાથે રિલેશનશિપમાં હતી. જોવાની વાત એ છે કે, તેણે લાઈવ શોમાં હેડનને શુભેરછા પણ આપી અને પોતાના નિર્ણય પર પસ્તાવો થયા હોવાની વાત પણ ખુલ્લેઆમ કરી.

‘ભલે તે મારી સાથે નથી પણ મને તેના પર ગર્વ છે’
હેડનની એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું, ‘હું પ્રાઈમરી સ્કૂલમાં તેની સાથે હતી, હાલ તે ઘણો મોટો થઈ ગયો છે અને મને તેના પર ગર્વ છે. રિપોર્ટરે આ યુવતીને હેડનને મેસેજ આપવા કહ્યું તો તે બોલી, તારી સાથે બ્રેકઅપ કરવા પર મને પસ્તાવો થઈ રહ્યો છે. તારા પર હંમેશાં ગર્વ રહેશે’

હેડનની અત્યારની ગર્લફ્રેન્ડ સ્પેનમાં રહે છે
હાલ ભલે આ યુવતીને ગમે તેટલું દુઃખ થઈ રહ્યું હોય પણ હેડન સાથે પાછા જવાના ચાન્સ ઘણા ઓછા છે કારણકે હેડનને બીજી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. મેડલ જીત્ય પછી હેડને ન્યૂ ઝીલેન્ડના ટીવી શોમાં કહ્યું, ‘હું લાગે છે હું હમણાં જ મારી ગર્લફ્રેન્ડને ફોન કરીશ, તે હાલ સ્પેનમાં છે. તે સવારે વહેલા ઊઠીને મારી મેચ જોતી હતી. મેડલ જીતીને હું ઘણો ખુશ છું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments