કોરોના વર્લ્ડ : અત્યાર સુધી 2.35 કરોડ કેસ : ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં એક સપ્તાહ માટે લોકડાઉન વધાર્યું,

0
4

દુનિયામાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 35 લાખ 82 હજાર 985 દર્દી નોંધાયા છે. જેમાં 1 કરોડ 60 લાખ 80 હજાર 485 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 8 લાખ 12 હજાર 487 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સોમવારે ઓકલેન્ડમાં લોકડાઉન એક સપ્તાહ માટે વધારી દીધું છે.

લગભગ એક સપ્તાહ પહેલા નવા કેસ નોંધાયા પછી ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેનો સમય 26 ઓગસ્ટે પુરો થવાનો હતો. જેસિંડાએ કહ્યું કે, આ લેવલ ટૂનું લોકડાઉન હશે. જેમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરી શકશે, પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે.

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે કોરોના વાઈરસ દર્દીઓની સારવાર માટે બ્લડ પ્લાઝ્માના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ તરફથી ઈમરજન્સીમાં તેના ઉપયોગની મંજૂરી આપનારો આદેશ જાહેર કરાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમના કહેવા પર જ FDAએ નિર્ણય કર્યો છે. જો કે, FDAએ ટ્રમ્પના આ દાવાને ફગાવ્યો છે.

આ 10 દેશો પર કોરોનાની સૌથી વધુ અસર

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 58,74,146 1,80,604 31,67,063
બ્રાઝિલ 36,05,783 1,14,772 27,09,638
ભારત 31,05,185 57,692 23,36,796
રશિયા 9,56,749 16,383 7,70,639
સાઉથ આફ્રિકા 6,09,773 13,059 5,06,470
પેરુ 5,94,326 27,663 3,99,357
મેક્સિકો 5,60,164 60,480 3,83,872
કોલમ્બિયા 5,41,147 17,316 3,74,030
સ્પેન 4,07,879 28,838 ઉપલબ્ધ નથી
ચિલી 3,95,708 10,792 3,69,730

 

બ્રિટનઃ પીએમ જોનસને લોકોને બાળકોને શાળામાં મોકલવાની અપીલ કરી

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે લોકોને આગામી સપ્તાહથી તેમના બાળકોને શાળામાં મોકલવાની અપીલ કરી છે. જોનસને કહ્યું કે, બાળકોનું શાળાથી વધારે સમય માટે દૂર રહેવું વાઈરસ કરતા વધુ નુકસાનકારક છે. એ જરૂરી છે કે આપણા બાળકો ક્લાસરૂમમાં પાછા ફરે અને મિત્રો સાથે અભ્યાસ કરે. તેમણે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહથી શાળા ખોલવાની તૈયારીમાં લાગેલા સ્ટાફનો પણ આભાર માન્યો.

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન રવિવારે નોધર્ન આયરલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તે માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.
(બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન રવિવારે નોધર્ન આયરલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તે માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.)

 

મેક્સિકોઃ એક દિવસમાં લગભગ 4 હજાર કેસ

મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,948 કેસ નોંધાયા છે. 226 લોકોના મોત થયા છે. દેશમાં હવે સંક્રમિતોનો આંકડો 5 લાખ 60 હજાર 164 થઈ ગયો અને અત્યાર સુધી 60 હજાર 840 લોકોના મોત થયા છે. સરકારે કહ્યું કે, સંક્રમિતોની સંખ્યા જાહેર કરાયેલા આંકડાઓથી વધુ હોઈ શકે છે.

મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકો સિટીમાં તાબૂતમાં રાખવામાં આવેલા મૃતદેહને દફનાવી રહેલા કબ્રસ્તાનના કર્મચારી
(મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકો સિટીમાં તાબૂતમાં રાખવામાં આવેલા મૃતદેહને દફનાવી રહેલા કબ્રસ્તાનના કર્મચારી)

 

ચીનઃ આઠમા દિવસે ઘરેલુ સંક્રમણનો એક પણ કેસ નથી

ચીનમાં રવિવારે સતત આઠમા દિવસે ઘરેલુ સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 સંક્રમિત નોંધાયા, પણ આ તમામ અન્ય દેશોમાંથી આવેલા લોકો હતા. દેશમાં અત્યાર સુધી 84 હજાર 967 કેસ નોંધાયા છે અને 4,634 લોકોના મોત થયા છે. સરકારે બેઈજિંગ સહિત અન્ય ઘણી જગ્યાઓ પર પ્રતિબંધોમાં છૂટ છાટ આપી છે. બેઈજિંગના લોકો માટે હવે માસ્ક પહેરવું જરૂરી નથી. અહીંયા અમ્યુઝમેન્ટ પાર્ક ખોલી દેવાયા છે, લોકો મોટા પાયે અહીંયા આવીને પાર્ટી કરી રહ્યા છે.

ચીનની રાજધાની બેઈજિંગમાં સોમવારે એક મેટ્રો સ્ટેશનના સબવેમાં માસ્ક પહેરીને જઈ રહેલા પેસેન્જર્સ
(ચીનની રાજધાની બેઈજિંગમાં સોમવારે એક મેટ્રો સ્ટેશનના સબવેમાં માસ્ક પહેરીને જઈ રહેલા પેસેન્જર્સ)

 

ફ્રાન્સઃ મે મહિના પછી સૌથી વધુ કેસ

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 4900 કેસ નોંધાયા છે.આ દેશમાં મે પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને આ અંગેની માહિતી આપી છે.તેમણે કહ્યું કે, આપણે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં જોખમ વધી શકે છે. આ ફેબ્રુઆરીની જેમ નથી જ્યારે મહામારી દેશમાં ફેલાવાની શરૂ થઈ હતી. આ વાઈરસ 40થી 60 વર્ષની વચ્ચેના લોકોમાં ચાર ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે. યુવાન લોકો આ બિમારીને વૃદ્ધો સુધી ફેલાવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને જરૂરી પગલા ભરી રહ્યા છીએ.

ફ્રાન્સના ટોલૂમાં રવિવારે માસ્ક પહેરીને સેલ્ફી લઈ રહેલા ટૂરિસ્ટ. સરકારે અહીંયા સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.
(ફ્રાન્સના ટોલૂમાં રવિવારે માસ્ક પહેરીને સેલ્ફી લઈ રહેલા ટૂરિસ્ટ. સરકારે અહીંયા સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.)

 

ઓસ્ટ્રેલિયાઃ વિક્ટોરિયામાં સાત સપ્તાહ પછી સૌથી ઓછા કેસ

ઓસ્ટ્રેલિયામાં મહામારીથી સૌથી વધુ પ્રભાવિત વિક્ટોરિયા રાજ્યમાં રવિવારે 116 નવા કેસ નોંધાયા હતા. વિક્ટોરિયાના પ્રિમિયર ડૈનિયલ એન્ડ્રુજે કહ્યું કે, રાજ્યમાં સાત સપ્તાહ પછી નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.અહીંયા અત્યાર સુધી 18 હજાર 330 કેસ નોંધાયા છે. જુલાઈમાં અહીંયા સંક્રમણના કેસ ફરી ઝડપથી વધવાના શરૂ થઈ ગયા હતા. ત્યારપછીથી રાતે 8 વાગ્યા પછી રાજ્યમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આખા દેશમાં અત્યાર સુધી 24 હજાર 812 કેસ નોંધાયા છે અને 502 મોત થયા છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં માસ્ક પહેરવું જરૂરી

દક્ષિણ કોરિયાએ સોમવારે રાજધાની સિયોલમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. સરકારે કહ્યું કે, સિયોલમાં તમામ ઈન્ડોર અને આઉટડોર સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેરવું જરૂરી હશે. મે મહિનામાં સરકારે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટેક્સીમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત કર્યું હતું. રાજધાની સિયોલમાં ગત મહિનાથી નવા કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે કહ્યું કે, વધતા કેસને ધ્યાનમાં રાખીને શહેરમાં સખતાઈથી સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવાનો નિયમ લાગુ કરવો પડી શકે છે.

સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં સોમવારે ટેસ્ટીંગ માટે કિયોસ્કમાં તહેનાત મેડિકલ સ્ટાફ
(સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં સોમવારે ટેસ્ટીંગ માટે કિયોસ્કમાં તહેનાત મેડિકલ સ્ટાફ)

 

રશિયાઃ એક દિવસમાં લગભગ 5 હજાર કેસ

રશિયામાં રવિવારે 4,744 કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 9 લાખ 61 હજાર 493 થઈ ગયો છે. રવિવારે થયેલા 65 મોત સાથે મૃત્યુઆંક 16 હજાર 448 થઈ ગયો છે. રશિયા સંક્રમણના કેસમાં દુનિયામાં ચોથા નંબરે છે.રશિયાએ તેની વેક્સીન સ્પુતનિક-વીની પહેલી બેચ તૈયાર કરવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ કરાશે. મેક્સિકોમાં આના માટે વેક્સીનના બે હજાર ડોઝ પણ મોકલવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here