Monday, October 18, 2021
Homeબીજી T-20 LIVE : ન્યૂઝીલેન્ડે ભારતને 133 રનનો લક્ષ્યાંક આપ્યો, જાડેજાએ 4...
Array

બીજી T-20 LIVE : ન્યૂઝીલેન્ડે ભારતને 133 રનનો લક્ષ્યાંક આપ્યો, જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી

India vs New Zealand second T-20 live updates

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી T-20માં ઓકલેન્ડ ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 132 રન કર્યા છે. તેમના માટે માર્ટિન ગુપ્ટિલે અને ટિમ સેઈફર્ટે 33 રન અને કોલિન મુનરોએ 26 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ, શિવ દુબે અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

કેન વિલિયમ્સન સ્કવેર લેગમાં જાડેજાની બોલિંગમાં ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 14 રન કર્યા હતા. કોલિન મુનરો 26 રને દુબેની બોલિંગમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. ગુપ્ટિલે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 33 રન કર્યા હતા.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ભારત સામેની બીજી T-20માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પ્રથમ T-20માં 204 રનનો પીછો કરતા કિવિઝને 6 વિકેટે હરાવ્યું હતું અને 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ(વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: કેન વિલિયમસન (કેપ્ટન),કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી અને બ્લેર ટિકનર.

રિપબ્લિક ડે પર 2 વર્ષ પછી જીતવાની તક
ભારતીય ટીમે 26 જાન્યુઆરીએ માત્ર 2 મેચ રમી છે. પહેલી મેચ 2016ના ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાઈ હતી. ભારત ત્યારે 37 રને જીત્યું હતું. તે પછી 2017માં ઇંગ્લેન્ડ સામે કાનપુર ખાતે 7 વિકેટે મેચ ગુમાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments