પ્રથમ T-20 LIVE : ન્યૂઝીલેન્ડે ભારતને 204 રનનો લક્ષ્યાંક આપ્યો IND 21/1 (2.0) OVER

0
8

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે કિવિઝ સામેની પ્રથમ T-20માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે 2 ઓવરમાં 1 વિકેટે 21 રન કર્યા છે.

કિવિઝે 204 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડે પાંચ T-20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 204 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કિવિઝે 20 ઓવરમાં 5 વિકેટે 203 રન કર્યા છે. તેમના માટે ઓપનર કોલિન મુનરો, કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ફિફટી ફટકારતા અનુક્રમે 59, 51 અને 54 રન કર્યા હતા. ભારત માટે શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

મુનરોએ T-20માં 10મી ફિફટી મારી

મુનરોએ T-20માં કરિયરની 10મી ફિફટી મારી હતી. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 59 રન કર્યા હતા. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શિવમ દુબેની બોલિંગમાં ડીપ સ્કવેરલેગમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 30 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પાંચ T-20ની સીરિઝની પ્રથમ મેચમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડમાં ભારત અત્યાર સુધીમાં 5 T-20 રમ્યું છે અને તેમાંથી માત્ર એક જીત્યું છે. ભારતે 8 ફેબ્રુઆરી 2019ના ઓકલેન્ડમાં જ યજમાનને 7 વિકેટે હરાવ્યું હતું. બંને દેશ વચ્ચે 11 T-20 રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ 3 મેચમાં જીત મેળવી, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here