ન્યૂઝીલેન્ડ 7 રને હાર્યું, ભારતે 5-0થી વ્હાઇટવોશ કર્યો

0
19

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું. રોસ ટેલર(53) અને ટિમ સેઈફર્ટે(50) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતો નહોતો. શિવમ દુબેએ નાખેલી 10મી ઓવરમાં 34 રન ફટકાર્યા હતા. પ્રથમ ચાર બોલમાં સેઈફર્ટે 6,6,4,1 રન લીધા, જ્યારે પાંચમો બોલ નો-બોલ હતો જેમાં ટેલરે ફોર અને પછી બાકીના બંને બોલમાં સિક્સ ફટકારી હતી. જોકે તેમ છતાં તેમના આઉટ થયા બાદ ફરી એકવાર કિવિઝનો ધબડકો થયો હતો.

T-20 ઇન્ટરનેશનલમાં ભારતીય દ્વારા સૌથી મોંઘી ઓવર:

  • 34 શિવમ દુબે v ન્યૂઝીલેન્ડ 2020
  • 32 સ્ટુઅર્ટ બિન્ની v વિન્ડીઝ 2016
  • 26 સુરેશ રૈના v દક્ષિણ આફ્રિકા 2012

ટોમ બ્રુસ શૂન્ય રને રાહુલ/સેમસન દ્વારા રનઆઉટ થયો હતો. કોલિન મુનરો 15 રને સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ 2 રને બુમરાહની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

ભારતે 3 વિકેટે 163 રન કર્યા

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T-20માં માઉન્ટ મૉનગાનુઈ ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 163 રન કર્યા છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કપ્તાની કરી રહેલા રોહિત શર્માએ જવાબદારી સાથે બેટિંગ કરતા કરિયરની 21મી ફિફટી મારી હતી. તેણે 41 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 60 રન કર્યા હતા. જોકે ત્યારબાદ ઇજાના લીધે રોહિત રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે લોકેશ રાહુલ સાથે 88 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 33 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 45 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે સ્કોટ કુગલને 2 અને બેનેટે 1 વિકેટ લીધી હતી.

T-20માં સૌથી વધુ 50+ સ્કોર:

  • 25 – રોહિત શર્મા
  • 24 – વિરાટ કોહલી
  • 17 – માર્ટિન ગુપ્ટિલ/ પોલ સ્ટર્લિંગ
  • 16 – ડેવિડ વોર્નર

લોકેશ રાહુલ બેનેટની બોલિંગમાં કવર પર સેન્ટનરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. તે પહેલા સંજુ સેમસન 2 રને સ્કોટ કુગલનની બોલિંગમાં કવર્સ પર સેન્ટનરના હાથે કેચ આઉટ થયો હતો.

રાહુલ એક બાઈલેટરલ સીરિઝમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન

રાહુલ એક બાઈલેટરલ T-20 સીરિઝમાં 200 રન કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે આ સીરિઝની પાંચ મેચમાં 224 રન કર્યા છે. અગાઉ કોહલીએ 2015-16માં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20ની સીરિઝમાં 199 રન કર્યા હતા. જયારે ઓવરઓલ આ રેકોર્ડ કોલિન મુનરોના નામે હતો. કિવિઝના ઓપનરે 2017માં વિન્ડીઝ વિરુદ્ધ 223 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T-20માં માઉન્ટ મૉનગાનુઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. રોહિત શર્માએ ટોસ વખતે કહ્યું કે, “ટીમમાં માત્ર એક બદલાવ કરવામાં આવ્યો છે. હું વિરાટ કોહલીને રિપ્લેસ કરી રહ્યો છું. સંજુ સેમસન અને લોકેશ રાહુલ ઓપનિંગ કરશે, હું ત્રીજા ક્રમે બેટિંગ કરીશ.” બીજી તરફ ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

રોસ ટેલર ન્યૂઝીલેન્ડ માટે 100 T-20 રમનાર પ્રથમ પ્લેયર બન્યો છે. કિવિઝ માટે સ્ટીફન ફ્લેમિંગ સૌથી પહેલા 100 ટેસ્ટ અને રિચાર્ડ હેડલી સૌથી પહેલા 100 વનડે રમ્યા હતા.

ટીમ ઈન્ડિયા: લોકેશ રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની.

ન્યૂઝીલેન્ડ ટીમ: માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ બ્રુસ, ડેરેલ મિશેલ, ટિમ સેઈફર્ટ, મિશેલ સેંટનર, સ્કોટ કુગલન, ટિમ સાઉથી (કેપ્ટન), ઈશ સોઢી, હેમિશ બેનેટ.

ભારત પાંચ મેચની સીરિઝમાં 4-0થી આગળ છે. ભારત આ મેચ જીતે તો ટી-20માં પ્રથમવાર સતત 8 મેચ જીતશે. સીરીઝ અગાઉ ભારતે શ્રીલંકા વિરુદ્ધ 2 અને વિન્ડીઝ વિરુદ્ધ 1 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમવાર 5 મેચોની દ્વિપક્ષીય ટી-20 સીરીઝ રમી રહી છે. ટીમ જો આ મેચ જીતી જાય તો 5+ મેચોની સીરીઝમાં ક્લિન સ્વિપ કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની જશે.

મેદાન પર ન્યૂઝીલેન્ડે 5માંથી 4 મેચ જીતી
મેદાન પર 5 ટી-20 મેચ રમાઈ છે. તમામ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. ન્યૂઝીલેન્ડે 4 મેચ જીતી, 1 હારી. ટીમ ઈન્ડિયા પ્રથમવાર અહીં ટી-20 મેચ રમશે. મેદાન પર પ્રથમ ઈનિંગ્સનો એવરેજ સ્કોર 199 રનનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here