ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં ભારતને સાત વિકેટથી હરાવી સીરીઝ જીતી

0
8

ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવી બે મેચની સીરીઝ ૨-૦ થી પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર ૧૨૪ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ અને ન્યુઝીલેન્ડે ૧૩૨ રનના ટાર્ગેટને ત્રણ વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. કાઈલ જેમિસનને તેમના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પ્રથમ ઇનિંગમાં ૫ વિકેટ સિવાય ૪૯ રનની મહત્વની ઇનિંગ રમી હતી, ટીમ સાઉદીને સીરીઝમાં ૧૪ વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

 

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ ભારતની નવ મેચમાં બીજી હાર છે, પરંતુ હજુ પણ તે પ્રથમ સ્થાન પર છે. ન્યુઝીલેન્ડની ટીમ સાત મેચમાં ત્રીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે અને તેમના ૧૮૦ પોઈન્ટ થઈ ગયા છે.

બીજા દિવસના સ્કોર ૯૦/૬ થી આગળ રમતા ભારતીય ટીમની બીજી ઇનિંગ ૪૬ ઓવરમાં ૧૨૪ રનમાં સમાપ્ત થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા ૧૬ રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ચાર, ટીમ સાઉદીએ ત્રણ અને કોલીન ડી ગ્રાન્ડહોમે અને નીલ વેગનરે એક-એક વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડને ટોમ બ્લંડેલ (૫૫) અને ટોમ લાથમ (૫૨) એ ૧૦૩ રનની શાનદાર શરુઆત અપાવી દીધી હતી અને ભારતની બધી આશાઓ પૂર્ણવિરામ મૂકી દીધો હતો. બંને ઓપનર બેટ્સમેનો સિવાય ભારતીય ટીમે કેન વિલિયમ્સન (૫) ની વિકેટ લીધી, પરંતુ રોસ ટેલર (૫*) અને હેનરી નિકોલ્સ (૫) એ ૩૬ ઓવરમાં ટીમને જીત અપાવી દીધી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ લીધી હતી. ટોમ લાથમે સીરીઝમાં સૌથી વધુ ૧૨૨ રન બનાવ્યા, જયારે ટીમ સાઉદીએ સૌથી વધુ ૧૪ વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here