ઉન્નાવ રેપ : તીસ હજારી કોર્ટે આરોપી MLA કુલદીપ સેંગર પર આરોપ નક્કી કર્યા

0
35

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસની સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલી રહી છે. અહીં શુક્રવારે કોર્ટે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે, સેંગર સામે આરોપ નક્કી કરવા માટે પૂરતા સાક્ષી અને પુરાવા છે. કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર આઈપીસી કલમ 120b, 363, 366, 109, 376(i) અને પોક્સો એક્ટ 3 અને 4 અંતર્ગત આરોપ નક્કી કર્યા છે.

નોંધનીય છે કે, આ પહેલાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ જજને કહ્યું હતું કે, તેની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, કુલદીપ સિંહ સેંગર પર 4 જૂન 2017ના રોજ પીડિતા સાથે દુષ્કર્મ કરવા અને શશિ સિંહનું કાવતરામાં સામેલ થવાનો આરોપ સાચો છે. આ જ આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે, શશિ સિંહે પીડિતાને નોકરી અપાવવાના બહાને તેને કુલદીપ સિંહ સેંગરના ઘરે લઈ ગયો હતો. પીડિતાએ સીબીઆઈને જે નિવેદન આપ્યું છે તે સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે.

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, તે સમયે ઘરે કોઈ નહતું. તે સમયે ઘરે સુરક્ષાકર્મી પણ નહતા. પીડિતા ત્યાં જઈ રહી છે તે વિશે તેણે તેના ઘરે પણ કોઈને જાણ કરી નહતી. શશિ તેને પાછળના દરવાજેથી ઘરની અંદર લઈ ગયો હતો. જ્યારે પીડિતા ઘરની અંદર પ્રવેશી ત્યારે જ તેને કુલદીપ સિંહ સેંગર દેખાયો હતો અને તે પીડિતાને હાથ ખેંચીને રૂમની અંદર લઈ ગયો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી આરોપી કુલદીપ સિંહ સેંગરને તીહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પીડિતાને પણ સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘાયલ પીડિતાના વકીલને પણ એમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. હાલ પીડિતાના વકીલ કોમામાં છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, પીડિતાના પરિવારજનોની રહેવા માટે વ્યવસ્થિત એમ્સની આસપાસ સગવડ કરવામાં આવે. તે સાથે જ સીબીઆઈ પાસે સાક્ષીઓની સુરક્ષા માટે સીલ બંધ કવરમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તીસ હજારી કોર્ટે સાક્ષીઓના મામલે ઉત્તર પ્રદેશના ડીજીપીને પણ આદેશ આપ્યા છે. તે સાથે જ પીડિતાના વકીલોને કેસ સાથે જોડાયેલા દરેક દસ્તાવેજ આપવાનો આદેશ પણ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here