Friday, March 29, 2024
Homeકોંગ્રેસમાં ગાંધી પરિવારના 100 વર્ષ, 100માંથી 50 વર્ષ કોંગ્રેસનું સુકાન ગાંધી-નેહરુ ખાનદાન...
Array

કોંગ્રેસમાં ગાંધી પરિવારના 100 વર્ષ, 100માંથી 50 વર્ષ કોંગ્રેસનું સુકાન ગાંધી-નેહરુ ખાનદાન પાસે રહ્યું

- Advertisement -

નવી દિલ્હી: કોંગ્રેસને અઢી મહિનાની મથામણ બાદ શનિવારે મોડી રાત્રે અધ્યક્ષ મળ્યા. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ બન્યા. 2019માં કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારના રાજકારણના 100 વર્ષ પૂરા થઇ રહ્યા છે. 1919માં પહેલી વાર નેહરુ પરિવારમાંથી મોતીલાલ નેહરુ અધ્યક્ષ બન્યા હતા. પછી 1929માં પિતાની જગ્યાએ જવાહરલાલ નેહરુ અધ્યક્ષ બન્યા. આ 100 વર્ષમાંથી 50 વર્ષ કોંગ્રેસનું સુકાન નેહરુ-ગાંધી પરિવારના હાથમાં રહ્યું છે.
કોંગ્રેસ (આઇ) બન્યા બાદ 41માંથી 33 વર્ષ ગાંધી અધ્યક્ષ
1978માં કોંગ્રેસમાં તિરાડ પડી. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ-આઇ પક્ષ રચ્યો. પોતે અધ્યક્ષ બન્યા. તેમણે વડાપ્રધાનપદ સાથે અધ્યક્ષની ખુરશી સંભાળવાનો નવો ચીલો પાડ્યો. 1978થી 2019 સુધીના 41 વર્ષમાંથી 33 વર્ષ કોંગ્રેસનું સુકાન નેહરુ-ગાંધી પરિવાર પાસે રહ્યું છે.
134 વર્ષની કોંગ્રેસમાં અત્યાર સુધીમાં 88 અધ્યક્ષ બન્યા છે
કોંગ્રેસની રચના 1885માં થઇ હતી. વોમેશચંદ્ર બેનર્જી પ્રથમ અધ્યક્ષ હતા. 1885થી 1933 સુધી પક્ષમાં અધ્યક્ષપદની ટર્મ માત્ર 1 વર્ષની હતી. 1933 પછી સતત બે કે તેથી વધુ વર્ષ પણ અધ્યક્ષ રહેવા લાગ્યા. અમુક વર્ષોને બાદ કરતા દર વર્ષે ચૂંટણી થતી રહી. 
સૌથી વધુ 11 વખત જવાહરલાલ અધ્યક્ષ રહ્યા

  • 1919:મોતીલાલ નેહરુ 58 વર્ષની ઉંમરે કોંગ્રેસના 36મા અધ્યક્ષ બન્યા. 1928માં ફરી ચૂંટાયા.
  • 1929: જવાહરલાલ નેહરુ 40 વર્ષની ઉંમરે 48મા અધ્યક્ષ બન્યા. તેઓ 11 વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા.
  • 1959: ઇન્દિરા ગાંધી 42ની ઉંમરે કોંગ્રેસના 69મા અધ્યક્ષ બન્યા. 1978માં ફરી ચૂંટાયા. ત્રણ વાર અધ્યક્ષ બન્યા.
  • 1984: રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 40 વર્ષની ઉંમરે રાજીવ કોંગ્રેસના 83મા અધ્યક્ષ બન્યા. વડાપ્રધાન હોવા સાથે અધ્યક્ષ પણ રહ્યા.
  • 1998: સોનિયા ગાંધી 54 વર્ષની ઉંમરે 87મા અધ્યક્ષ બન્યા, 19 વર્ષ અધ્યક્ષ રહ્યા. 2019ની 10 ઓગસ્ટે ફરી અધ્યક્ષ બન્યા.
  • 2018: રાહુલ ગાંધી- 47 વર્ષની ઉંમરે કોંગ્રેસના 88મા અધ્યક્ષ બન્યા. કુલ 17 મહિના અધ્યક્ષ રહ્યા.

સૌથી વધુ 19 વર્ષ સોનિયા અધ્યક્ષ રહ્યા છે

અધ્યક્ષ કાર્યકાળ (વર્ષમાં)
મોતીલાલ નેહરુ 2
જવાહરલાલ નેહરુ 13
ઇન્દિરા ગાંધી 8
રાજીવ ગાંધી 6
સોનિયા ગાંધી 19
રાહુલ ગાંધી 1.7

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular