સ્પષ્ટતા : જ્યારે પણ વાત થશે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે થશે : રાજનાથ

0
26

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મુદ્દે મધ્યસ્થી સંબંધિત નિવેદન અંગે વિપક્ષના આરોપો સામે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જવાબ આપ્યો હતો. સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અંગે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકારવાનું કોઈ ઔચિત્ય જ નથી. પાકિસ્તાન સાથે જ્યારે પણ કાશ્મીર મુદ્દે વાત થશે તો પાક. અધિકૃત કાશ્મીર અંગે વાત થશે.

જયશંકરે પુરાવા સહિત સ્થિતિ સ્પષ્ટ કરી

સિંહે કહ્યું કે એ વાત સાચી છે કે જૂનમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. તેના વિશે વિદેશમંત્રી એસ. જયશંકરે પુરાવા સહિત સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. જયશંકરે કહ્યું હતું કે કાશ્મીર પર બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. સિંહ જવાબ દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરને ત્રણ વખત જયશંકર પ્રસાદ બોલી ગયા હતા. શૂન્યકાળમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી તથા અન્ય સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો અને ટ્રમ્પના નિવેદન પર પીએમ મોદીના નિવેદનની માગ કરી. કોંગ્રેસ-ડીએમકેના સભ્યોએ માગણી ન સ્વીકારતાં વોકઆઉટ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here