ઉમરગામ પાલિકાના વોર્ડ નં 3 ના નવનિયુક્ત કાઉન્સિલર કિંચિત રાયને સંજણનું માર્ગ અકસ્માતમાં મોત

0
7

બે દિવસ પહેલા રાત્રે બાઇક પર પોતાના ઘરે જતા ઉમરગામ પાલિકાના વોર્ડ નં 3 ના નવનિયુક્ત કાઉન્સિલર કિંચિત રાયને સંજણ ઉમરગામ મુખ્ય માર્ગ પર ડમરુવાડી ખાતે ટેમ્પોએ અડફતે લેતા માથા અને પગમાં ગંભીર ઈજાઓ થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેઓ ને વધુ સારવાર અર્થે મુંબઈ લઇ ગયા હતા જ્યાં કિંચિત રાયનું સારવાર દરમ્યાન સોમવારે મોડી રાત્રે અવસાન થયુ હતું. આ વાત ની જાણ ઉમરગામ વિસ્તારમાં ફેલાતા ગમગીની છવાઇ ગઇ હતી.

મંગળવારે બપોરે તેનો પાર્થિવ શરીર નિવાસ સ્થાને લવાયો હતો ત્યારે સૈ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી. સ્વભાવે મિલનસાર અને ઉત્સાહી તેમજ સેવાભાવી કિચિત સુરેન્દ્રભાઈ રાય ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.-3 માંથી વિજેતા બન્યા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને બે બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. મંગળવારે સાંજે સદ્દગતની નીકળેલી અંતિમ યાત્રામાં જિલ્લા, તાલુકા અને શહેરના કોંગી અગ્રણી ઓ, મિત્ર મંડળ, સગા સંબંધીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here