SBIના ખાતાધારકો માટે રાહતના સમાચાર : બેન્કના ધક્કા નહી હવે ઘરે જ મળશે આ સુવિધાઓ.

0
12

જો તમે પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો, તો હવે ઘરે બેઠાં કેટલીક સુવિધાઓ મેળવી શકો છો આ માટે તમારે બેન્કે ધક્કા ખાવાની જરૂર રહેશે નહી. સ્ટેટ બેન્ક દ્વારા ગ્રાહકોને ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ આપવામાં આવે છે. આ સુવિધામાં, નાણાકીય સેવાઓ જેવી કે ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, એકાઉન્ટ સ્ટેટમેન્ટ રિકવેસ્ટ, ટર્મ ડિપોઝિટ રસીદ વગેરે બેન્ક દ્વારા ઘરે પહોંચાડવામાં આવે છે. ચાલો તમને આ બેન્કિંગની વિશેષતા વિશે જણાવીએ.

SBI એ માહિતી આપી

SBI ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાહકોને બેન્ક વતી રોકડ ઉપાડ, કેશ ડિલીવરી, ચેક રીસીવ, લાઇફ સર્ટિફિકેટ પીકઅપ, કેવાયસી ડોક્યુમેન્ટ, ડ્રાફ્ટની ડિલિવરી, ફોર્મ 15 જેવી પીકઅપની ઘણી સુવિધાઓ મળશે.

કેટલી રોકડ મંગાવી શકો છો?

ભારતીય સ્ટેટ બેંક ની ન્યૂનતમ મર્યાદા 1000 રૂપિયા અને મહત્તમ 20,000 રૂપિયા છે. રોકડ ઉપાડવા માટે, વિનંતી પહેલાં બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ હોવું ફરજિયાત છે. જો આ કરવામાં નહીં આવે તો ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે.

ડોરસ્ટેપ બેંન્કિગ સેવા શું છે?

ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ દ્વારા ગ્રાહકો ચેક જમા કરાવવા, પૈસા ઉપાડવા અને જમા કરાવવા, જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની ઘણી સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેવા 70 વર્ષથી ઉપરના વૃદ્ધ, અપંગ અને દૃષ્ટિહીન લોકોને તેમના ઘરે બેન્કીગ સેવાઓ મેળવવામાં મદદ કરશે. ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ હેઠળ, એક બેન્કનો કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા કાગળ લઈ બેન્કમાં જમા કરશે.

કયા ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિગનો લાભ નહીં મળે.

સંયુક્ત ખાતાવાળા ગ્રાહક
માઇનર અકાઉન્ટવાળા

આ સુવિધા કેવી રીતે મેળવી શકાય

કોઈ પણ બેન્કની મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેન્કિગ સેવા માટે નોંધણી કરાવી શકે છે. આ સિવાય સવારે 9 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે કાર્યકારી દિવસો પર ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરી શકાય છે.

એસબીઆઇ ડોરસ્ટેપ બેન્કિગ સેવાઓ વિશે વધુ વિગતો માટે, ગ્રાહકો https://bank.sbi/dsb ની મુલાકાત લઈ શકે છે. ગ્રાહક તેની હોમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here