સામાન્ય લોકો માટે રાહતના સમાચાર : કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 2 વર્ષ માટે લોન મોરેટોરિયમ લંબાવાઇ શકે છે, હવે બુધવારે સુનાવણી

0
5

લોન મોરેટોરિયમની સમયમર્યાદા વધારવાની માંગણી વાળી બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી બેન્ચ સમક્ષ પ્રસ્તુત થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવાઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી મોરેટોરિયમ અંગે સોમવારે એફિડેવીટ દાખલ કરવામા આવ્યું છે. તે અંગે બેન્ચે કહ્યું કે હજુ સુધી તેમની પાસે એફિડેવીટ આવ્યું નથી. ત્યારબાદ બેન્ચે સુનાવણી સ્થગિત કરી નાખી હતી. હવે બુધવારે આ મામલે સુનાવણી થશે.

વ્યાજ માફી મામલે સુનાવણી કાલે

સુપ્રીમ કોર્ટમાં છ મહિનાના મોરેટોરિયમના સમય સુધીના વ્યાજની માફી અંગે પણ અરજી દાખલ કરવામા આવી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. આ મામલે બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મંગળવારે આ મામલે કોઇ સુનાવણી થઇ નહીં. હવે બુધવારે જ આ મામલે સુનાવણી થશે.

31 ઓગસ્ટે લોન મોરેટોરિયમની સુવિધા સમાપ્ત થઇ છે

કોરોના સંક્રમણની આર્થિક અસરને ધ્યાનમાં રાખીને RBIએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સુવિધા 1માર્ચ થી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગૂ કરવામા આવી હતી. ત્યારબાદ RBIએ તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી નાખી હતી. આ રીતે કુલ છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી છે. 31 ઓગસ્ટે આ સુવિધા સમાપ્ત થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here