વડોદરા : રાહતના સમાચાર, છેલ્લા 1 મહિનામાં લેવાયેલા 80,843 સેમ્પલમાંથી માત્ર 4.61 ટકા સેમ્પલ પોઝિટિવ, 95.39 ટકા નેગેટિવ આવ્યા

0
4

વડોદરા શહેર અને જિલ્લા માટે રાહતના સમાચાર છે. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનામાં લેવાયેલા 80,843 સેમ્પલમાંથી માત્ર 3732 સેમ્પલ જ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે બાકીના 77,111 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આમ 4.61 ટકા સેમ્પલ જ પોઝિટવ અને 95.39 ટકા નેગેટિવ આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી વડોદરા શહેરમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. જોકે સેમ્પલ વધાર્યા તેની સામે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નહીવત વધારો થયો છે.

વડોદરામાં પોઝિટિવ કેસનો કુલ આંક 10,161 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 10,161 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 169 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8622 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1370 એક્ટિવ કેસ પૈકી 159 દર્દી ઓક્સિજન ઉપર અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1157 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરામાં વધુ 4 દર્દીના મૃત્યુ

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મૃત્યુ થયા છે. સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમામે તમામ દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ મકરપુરા, માણેજા, સમા, ગોરવા, વાઘોડિયા રોડ, નાગરવાડા, આજવા રોડ, વડસર, તાંદલજા, નવાપુરા, છાણી, મુજમહુડા, સુભાનપુરા, ગોત્રી, VIP રોડ, વારસીયા રિંગ રોડ, વાડી, અલકાપુરી, માંજલપુર, અટલાદરા, માંડવી, કારેલીબાગ, અકોટા, દંતેશ્વર
ગ્રામ્યઃ ધાવટ, કરજણ, ડભોઇ, કંડારી, શિનોર, વાઘોડિયા, સાવલી, ડેસર, આજોડ, બીલ, ઉંડેરા, અંકોડિયા, સેવાસી, પાદરા

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2396 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 10,161 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1641, પશ્ચિમ ઝોનમાં 1639, ઉત્તર ઝોનમાં 2396, દક્ષિણ ઝોનમાં 1987, વડોદરા ગ્રામ્યમાં 2462 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3865 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3865 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3853 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 6 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 64,686 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 16,733 ઘરમાં 64,686 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 35,325 ઘરમાં 1,19,105 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 35,353 ઘરમાં 1,40,828 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here