નીતા અંબાણીને બનારસ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા હોવાની ખબરો

0
6

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા હોવાની ખબરો વહેતી થઈ હતી.

જોકે આ મામલે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના પ્રવક્તાએ સફાઈ આપી છે કે, નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. આ ખબરો ફેક છે અને આવી કોઈ વાત થઈ નથી.

તાજેતરમાં જ અહેવાલો વહેતા થયા હતા કે, યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ વિભાગ દ્વારા નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણી મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ ગ્રેજ્યુએટ છે અને 2014થી રિલાયન્સના કાર્યકારી ડિરેક્ટર પણ છે. 2010માં તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન બનાવ્યુ હતુ.

જોકે નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાના વહેતા થયેલા અહેવાલો બાદ વિદ્યાર્થીઓના એક જૂથે તેનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, યુનિવર્સિટી સત્તાધીશો ઉદ્યોગપતિઓના ઈશારે ચાલી રહ્યા છે.

આ દરમિયાન સોશિયલ સાયન્સના ડીન પ્રોફેસર કૌશલ કિશોરે પણ કહ્યુ હતુ કે, નીતા અંબાણીએ મૌખિક રીતે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. એમ પણ યુનિવર્સિટીને મોટા ઉદ્યોગપતિઓ સાથે જોડવાની પરંપરા રહી છે. નીતા અંબાણીને જોડવાથી મહિલાઓ માટે રોજગારીના ઘણા માધ્યમ ઉભા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here