આબુરોડમાં આગામી 8 દિવસ લોકડાઉન, કોરોનાના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

0
7

કોરોના મહામારી વચ્ચે રાજસ્થાન સરકારે આબુરોડમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કર્યું છે. વધતા જતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકારા દ્વારા લોકડાઉનનો નિર્ણ. લેવામાં આવ્યો છે.

તંત્રના સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ લોકડાઉનને લઇને આદેશ જારી કર્યો છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડાના લીધે નિર્ણય લેવામાં આવ્યો છે. આમ માઉન્ટ આબુ ફરવા જવાનું વિચારી રહેલા સહેલાણીઓને ઝટકો લાગ્યો છે. તંત્ર દ્વારા આબુરોડ શહેર સહિત તારતોલી, અક્રભાતા, માનપુર હવાઈ પટ્ટી અને સંતપુર સુધીના ગામોમાં લોકડાઉન રહેશે.

રાજસ્થાનમાં વિવિધ શહેરો અને જિલાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાની ચેન તોડવા માટે કડક અમલ શરૂ કરી દીધો છે જેને લઇને ત્યાં સકારાત્મક અસર પણ જોવા મળી રહી છે.

દેશમાં 24 કલાકમાં 76 હજાર નવા કોરોનાના કેસ, 1021 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 35 લાખને નજીક પહોંચી ગઈ છે અને 62 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે અને 1,021 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખ 63 હજાર થઈ ગઈ છે. જેમાંથી 62,550 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 52 હજાર છે અને 26 લાખ 48 હજાર સ્વસ્થ થયા છે. એક દિવસ પહેલા દેશમાં રેકોર્ડ 77,266 નવા કેસ નોંધાયા હતા.

આંકડા મુજબ, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજા નંબર પર તમિલનાડુ છે, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here