બેંકો અને Amazon-Flipkart વચ્ચેની સાંઠગાંઠથી દેશના વેપારીઓને કરોડોનું નુકસાન, નાણા મંત્રી સુધી પહોંચ્યો મામલો

0
6

વેપારીઓના સંગઠન કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders-CAIT) એ દેશની કેટલીક મુખ્ય બેન્કોની ફરિયાદ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને કરી છે. CAIT નું કહેવું છે કે કેટલીક બેન્કો અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી સ્વામિત્વ ધરાવતી કંપનીઓની સાથે મળી વેપારીઓ અને લોકો સાથે ભેદભાવ કરી રહી છે. સંસ્થાને નાણા મંત્રી નિર્મલા સીતારમણને આ મામલે તાત્કાલીક તપાસ કરાવવાની માંગ કરી છે.

ભારતના લગભગ 7 કરોડથી વધુ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારા સંગઠન CAIT એ બેંકોના કેટલીક કાર્યવાહી અંગે સરકારનું ધ્યાન ખેંચ્યું છે. CAIT એ સોમવારે નાણા મંત્રીને એક પત્ર મોકલી વિવિધ બેંકો દ્વારા અમેઝોન અને વોલમાર્ટના સ્વામિત્વાળી ફ્લિપકાર્ટ સહિત અન્ય ઇ-કોમર્સ કંપનીઓથી ગેરકાયદેસર રીતે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે. CAIT એ આ બેંકો પર વેપારી તથા સામાન્ય લોકોની સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેઓએ નિર્મલા સીતારમણને લખવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે આ તમામ મામલાઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ.

કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, અમેઝોન, ફ્લિપકાર્ટ સહિત અન્ય ઇ-કોમર્સ કંપનીઓ ઓનલાઇન પોર્ટલ થી માલ ખરીદી કરતાં કેટલીક મુખ્ય બેંકો દ્વારા 10 ટકા કેશ બેક કે ઇન્ટ્ડન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેનાથી દેશના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. CAIT નું કહેવું છે કે આ બેંકો ઇ-કોમર્સ કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી અસ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપી રહી છે. આ લોકોના મૌલિક અધિકારોનું હનન છે તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાન ફેર પ્રેક્ટિસ કોડનું ઉલ્લંઘન છે. તેમની ફરિયાદ મુજબ બેંકો અને ઇ-કોમર્સ કંપનીઓની આ સાંઠગાંઠ કોમ્પીટીશન એક્ટ 2002નું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે.

નાણા મંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં CAIT એ કહ્યું કે, હાલની સ્થિતિને ધ્યાને લઈ અમે આપને આશરે આવ્યા છીએ, કારણ કે દેશની અનેક બેંકો પોતાની મરજી મુજબ ઇ-કોમર્સ કંપનીઓ સાથે નિયમો નેવે મૂકીને સાંઠગાંડ કરીને દેશના વેપારીઓને પ્રતિસ્પર્ધાથી બહાર રાખવાનું કાવતરું રચી રચ્યા છે. નાણા મંત્રી તરીકે તમે આ મામલાની તાત્કાલીક નોંધ લો અને બેંકોને પોતાની મરજી મુજબ કામ કરતી તાત્કાલીક અટકાવો. આ ઉપરાંત આ ગંભીર મામલાની તપાસ કરાવવામાં આવે જેથી બેંકો કયા આધારે 10 ટકા કેશબેક કે ડિસ્કાઉન્ટ ઇ-કોમર્સ પોર્ટલથી ખરીદી પર આપી રહી છે તેના વિશે જાણી શકાય. CAIT એ આ ઉદ્દેશ્યથી એક અરજી કેન્દ્રીય નાણા મંત્રી પીયૂષ ગોયલને પણ મોકલી આ મુદ્દે તેમના હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે.

Fact Check: સરકાર Studentsને મફતમાં આપી રહી છે લેપટોપ! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

CAITના મહામંત્રી પ્રવિણ ખંડેલવાલનું કહેવું છે કે વિવિધ બેંકોએ બેન્કિંગ નીતિઓનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. જે બેંક સામાન્ય જનતાને વ્યાજ દરોમાં 5 ટકાની છૂટ આપવામાં અનેકવાર દુઃખી થતી હતી, તે એક ચેરિટેબલ સંસ્થાન બની ગઈ છે. તે મોટી ઇ-કોમર્સ કંપનીઓ માટે 10 ટકા કેશબેક કે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવા લાગી છે. છૂટ પણ એ ઇ-કોમર્સ કંપનીઓને આપવામાં આવી રહી છે જે છેલ્લા ઘણા વર્ષોથી નુકસાની વેઠી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈ પણ ઓડિટર કે સક્ષમ સંસ્થાનોએ આ વિસંગતિ પર સવાલ નથી ઊભા કર્યા અને ન તો RBIએ ક્યારેય તેની પર ધ્યાન આપ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here