Wednesday, September 28, 2022
Homeગુજરાતનર્મદાનાં NHM/RCH કરાર આધારીત કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને કલેકટરને આપ્યું આવેદનપત્ર

નર્મદાનાં NHM/RCH કરાર આધારીત કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને કલેકટરને આપ્યું આવેદનપત્ર

- Advertisement -

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આજે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. આવેદનમાં જણાવ્યા મુજબ નેશનલ હેલ્થ મિશન હેઠળ 11 માસના કરારથી નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વિવિધ હોદ્દાઓ પર અંદાજે 20 હજાર કરતાં પણ વધારે કર્મચારીઓ પ્રામાણિકતા, ખંત, નિષ્ઠા અને નૈતિકતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓના પ્રશ્નો વર્ષ 2018થી પડતર છે. જેનું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું છે.

કર્મચારીઓના પડતર પ્રશ્નો…. 1. કરાર આધારીત કામ કરતા કર્મચારીઓને કાયમી નિમણૂંક આપવી અથવા કોન્ટ્રાકટ કર્મચારીઓને 58 વર્ષ સુધી નોકરીની બાંહેધરી આપી જોબ સિક્યોરીટી આપવી. ( 4-રાજ્યો: મણીપુર, જમ્મુ કાશ્મીર, દિલ્હી, પંજાબમાં કાયમી કરેલા છે.) 2. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સહાય રૂપે ફક્ત રૂ . 2 લાખ સહાય આપવામાં આવે છે . જેનાથી તેમના કુંટુંબીજનોનું જીવન પર્યંત નિર્વાહ થઈ શકે તેમ ન હોવાથી આ મર્યાદા વધારી રૂ.14 લાખ કરવા વિનંતી છે. ૩. સમાન કામ સમાન વેતનની નીતિની અમલવારી વર્ગ -3 અને વર્ગ -2ના અધિકારી / કર્મચારીઓનો બેઝિક પે નક્કી કરી જુના કર્મચારીઓને સીન્યોરીટી સ્લેબ વાઈઝનો લાભ આપવા વિનંતી છે. 4. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને કરાર રિન્યૂ વખતે બેઝિક પે પર ફક્ત 5% ઇક્રીમેન્ટ મળે છે અન્ય કોઈ સરકારી ભથ્થા મળતા નથી. આથી તમામ કર્મચારીઓઓને 15% ઈન્ક્રીમેન્ટ તેમજ નિયમિત કર્મચારીઓની જેમ સરકાર દ્વારા આપવામાં આવતા અન્ય તમામ ભથ્થા મળે તે અંગે સરકારમાં રજૂઆત કરવા સહિતના અન્ય મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular