Monday, October 18, 2021
Homeબનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્યા ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સારવાર...
Array

બનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્યા ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સારવાર હેઠળ

ગુજરાતમાં કોરોનાનો કહેર જારી છે તો બીજી તરફ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જીવલેણ વાયરસના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્યને કોરોના થયો છે. બનાસકાંઠાના વાવ-ભાભરના મહિલા ધારાસભ્યા ગેનીબેન ઠાકોરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે સારવાર હેઠળ છે.

જણાવી દઇએ, આ અગાઉ પણ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જો કે તેમની નજીક ઉભેલા મહિલા હેલ્થવર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતાં ગેનીબેનને બીજી વખત ક્વોરન્ટાઇન કરાયા હતા. આ અગાઉ ગેનીબેન ઠાકોરને રાજસ્થાનથી આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયાં હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments