અમદાવાદ : નિકોલમાં ટાંકીનો સ્લેબ પડવાનો મામલો, કોન્ટ્રાક્ટર સહિત ત્રણની ધરપકડ

0
0

(અહેવાલ : રવિ કાયસ્થ )

અમદાવાદઃ નિકોલની ભોજલધામ રેસિડન્સી પાસે એએમસીના નિર્માણાધીન પમ્પિંગ હાઉસનો સ્લેબ પડવા મામલે આજે ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પમ્પિંગ હાઉસના સિવિલ કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિયેટ્સના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

8 દટાયા હતા અને 6ને ઈજા થઈ હતી
નિકોલમાં પાણીની ટાંકીની બનાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. આ ટાંકીની બાજુમાં પમ્પિંગ હાઉસનું ધાબુ ભરવાનું કામ સોમવારે ચાલતું હતું ત્યારે બે માળ ઊંચો સ્લેબ ધરાશાયી થતા 8 મજૂર દટાયા હતા.જેમાંથી 6 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટરને 27 નોટિસ બાદ પણ બ્લેક લિસ્ટ ના કરાયો
કોર્પોરેશને 23 કરોડના ખર્ચે ટાંકીનું કામ સોંપ્યું હતું. જેમાં 164 લાખ લિટર અંડરગ્રાઉન્ડ ટાંકી અને 25 લાખ લિટર ઓવરહેડ ટાંકી બનાવવાની હતી. , મ્યુનિસિપલમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માના આરોપ મુજબ, કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિએટ્સે મે 2017માં સોંપાયેલું કામ ઓક્ટોબર 2018 સુધીમાં પૂરું કરવાનું હતું. પરંતુ વિલંબ થતાં કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલે 27 નોટિસ આપી પણ બ્લેકલિસ્ટ કરવાની તસ્દી કેમ ન લીધી? કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ કરવાનો સમય વીતી જવા છતાં તેમજ ટાંકીમાં તિરાડો હોવાની ફરિયાદ છતાં પણ મ્યુનિ. કોન્ટ્રાક્ટરને શા માટે છાવરતી હતી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here