અમદાવાદ : નિકોલની દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને ગાયબ કરી નાખવાની ધમકી આપી

0
19

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર નહી આપી પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ કરી નહી શકે એવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ બાબતે ટ્રસ્ટી ગોગનભાઈ સગરનો સંપર્ક શક્યો નથી. બીજી તરફ નિકોલ પીઆઈ એચ.બી ઝાલાએ જણાવ્યું હતું કે, આ બાબતે અરજી મળી હતી અને ફરિયાદ થઈ છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

નવા નિકોલમાં રહેતા 23 વર્ષીય દેવીબહેન પટેલ નિકોલની દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અગાઉ શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. 31મી જુલાઈના રોજ સ્કૂલમાં મિટિંગ હોવાથી ટ્રસ્ટી ગોગન સગરની ચેમ્બરમાં ગયા હતા. મિંટિગમાં પ્રિન્સિપાલ સહિતના લોકો હાજર હતા. આ સમયે દેવીબહેને કહ્યું કે, તેમની સેલેરી એકાઉન્ટમાં સેલેરીના પૈસા જ નાખવા પણ વધારાના પૈસા નાખવા નહિ અને તમે મારો ચેક પણ ક્યાં આપો છો? આવું કહેતા જ ટ્રસ્ટી ગોગન ભાઈએ તેમને નોકરીમાંથી કાઢી મુકવાની વાત કરી હતી.

આથી શિક્ષિકાએ અરજી આપી કે, તેના કામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે અને બાદમાં એક માસ તેણે કામ ચાલુ રાખ્યું હતું. બાદમાં 5 સપ્ટેમ્બરના રોજ મહિલા ટ્રસ્ટીની ઑફિસમાં પગાર લેવા જતા ટ્રસ્ટીએ ધમકાવી હતી અને કહ્યું હતું કે, તને કઈ નહી મળે અને તે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર છે. આથી તેનુ કોઈ કાંઈ કરી નહી શકે. મહિલાને એવી પણ ધમકી આપી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. નિકોલ પોલીસે સ્લૂકના ટ્રસ્ટી વિરુદ્ધ ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદી શિક્ષિકાના પિતા નેમચંદભાઈ પટેલે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરીએ સ્કૂલમાં ચાલતી એજ્યુકેશન સિસ્ટમ અને ચાલતા ભ્રષ્ટાચાર પર સવાલો ઉભા કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલમાં ભ્રષ્ટાચાર ચાલે છે. મારી દીકરીએ સવાલો કરતા તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી અને તેને કોઈ ટર્મિનેટ લેટર કે એકપિરિયન્સ લેટર નથી આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here