શેર બજાર : નિફ્ટી 12 હજારની નીચે

0
10

આજે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે એટલે કે શુક્રવારે, શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યો. સેન્સેક્સ 203.48 પોઇન્ટ (0.50 ટકા) 40761.97 પર ખુલ્યો. તો નિફ્ટીએ 61.45 પોઇન્ટ (0.52 ટકા) ની શરૂઆત 11,957.90 પર કરી. વિશ્લેષકોના મતે બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈન્ફોસીસ, એનટીપીસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાના શેર લીલા નિશાન પર શરૂ થયા છે. બીજી તરફ, પાવર ગ્રીડ, હિન્દાલ્કો, નેસ્લે ઇન્ડિયા, બજાજ ઓટો અને બજાજ ફાઇનાન્સની શરૂઆત ઘટાડા સાથે થઈ.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો આજે બધા જ સેક્ટર્સ વધારા સાથે ખુલ્યા છે. આમાં ફાર્મા, આઈટી, મીડિયા, એફએમસીજી, પીએસયુ બેંકો, રિયલ્ટી, ફાઇનાન્સ સેવાઓ, મેટલ, ઓટો, બેંકો અને ખાનગી બેન્કો શામેલ છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here