બલિયા ફાયરિંગ : 3 સબ ઇન્સ્પેક્ટર સહિત નવ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, સાત આરોપીઓની અટકાયત

0
0

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બલિયામાં ધોળા દિવસે ફાયરિંગમાં એક યુવકની હત્યા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઘટનાસ્થળ પર હાજર એસડીએમ, સીઓ અને અન્ય પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ સુચના આપવામાં આવી છે. બલિયા ગોળીબાર કાંડમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહના ભાઈ દેવેન્દ્ર પ્રતાપસિંહ સહીત કુલ 7 આરોપીઓને બલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહ અત્યાર સુધી ફરાર હતો જેને પકડવા માટે ડઝન બંધ પોલીસની ટીમ જગ્યા જગ્યાએ દરોડાઓ પાડી રહી હતી. આ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો કે દુર્જનપુર ગામમાં તમામ તમામ હથિયારોના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવે.

પોલીસના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે જિલ્લા રેવતી થોલીસ ક્ષેત્રના દુર્જનપુર ગ્રામમાં ગુરૂવારે સરકારી સસ્તા ગલ્લાના દુકાનની પસંદગી દરમિયાન એક વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં સબ ઇંસ્પેક્ટર સહિત નવ પોલીસ કર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જિલાધિકારી હરિ પ્રસાદ શાહીએ જણાવ્યું કે કેસના આરોપીઓના હથિયારના લાઇસન્સને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ગોળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ધીરેન્દ્ર પ્રતાપસિંહે ચલાવી હતી. ભાજપના જિલ્લા અધ્યક્ષ જય પ્રકાશ શાહે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આરોપીનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી.

તો બીજી તરફ મૃતકના ભાઇએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે આરોપી ભાજપના નેતાને ગાળીબાર કર્યા બાદ ભગાડી મૂક્યા હતા.

બલિયામાં સરકારી કોટાની દુકાનને લઈને વિવાદમાં ભાજપના નેતાએ એસડીએમ અને સીઓની સામે એક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના દુર્જનપુર ગામની છે. ગોળી ચાલતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ગોળી લાગ્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાસ્થળે હાજર અધિકારી સહિત બધા લોકો ભાગી નિકળ્યા હતા. ભાગદોડનો ફાયદો ઉઠાવીને આરોપી નેતા ધીરેન્દ્ર સિંહ પણ ફરાર થઈ ગયો હતો. તેની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં કાર્યવાહી કરતા સીએમ યોગીએ સ્થળ પર હાજર એસડીએમ, સીઓ અને અન્ય અધિકારીઓને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે ત્રણ સબ સ્પેક્ટર સહિત નવ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

દુર્જનપુર ગામમાં કોટાની દુકાનને લઈને ભાજપ નેતા ધીરેન્દ્ર અને જયપ્રકાશ પાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલામાં વિસ્તારના એસડીએમ અને સીધો પણ વિવાદને ઉકેલવા માટે ગામની બેઠકમાં પહોંચ્યા હતા. બલિયાના એસપી દેવેન્દ્ર નાથે જણાવ્યુ કે, બંન્ને પક્ષો વચ્ચે વિવાદ બાદ ફાયરિંગની ઘટના થઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here