નીરવ મોદીની ભારત રવાનગી : પ્રત્યાર્પણ સામે કરાયેલી અપીલને લંડન હોઈકોર્ટ ફગાવી

0
0

બ્રિટનની કોર્ટે ભાગેડું નીરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની અરજીને ફગાવી દીધી છે. મોદીએ આ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરવાની પરવાનગી માટે લંડન હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

લંડન હાઈકોર્ટના જજે અપીલ માટે રજૂ કરાયેલા દસ્તાવેજો પરથી નિર્ણય લીધો અને નક્કી કર્યું કે છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના આરોપનો સામનો કરવા માટે મોદીના ભારત પ્રત્યાર્પણના પક્ષમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટેના ફેબુઆરીના નિર્ણયની વિરુદ્ધ અપીલ કરવાનો કોઈ અધિકાર નથી.

ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણ મામલામાં થઈ હતી સુનાવણી
ફેબ્રુઆરીમાં બ્રિટનની વેસ્ટમિન્સટર કોર્ટમાં નીરવના પ્રત્યાર્પણ પર અંતિમ સુનાવણી થઈ હતી. કોર્ટે નીરવને ભારતમાં મોકલવાની મંજૂરી આપી હતી. તે પછી 15 એપ્રિલે બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નીરવના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. હવે લંડન હાઈકોર્ટના ચુકાદાથી નીરવ મોદીનો ભારત આવવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે.

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લઈને 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કૌભાંડ સામે આવ્યા પછી તે જાન્યુઆરી 2018માં દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. નીરવની સાઉથ-વેસ્ટ લંડનથી 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને વાંડ્સવાર્થ જેલમાં રાખવામાં આવ્યો છે.

ED પણ સખ્ત
23 જૂને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે નીરવ મોદી સહિત મેહુલ ચોકસી અને વિજય માલ્યાની કુલ સંપતિ લગભગ 18170.02 કરોડ રૂપિયાની છે. તેમાંથી 9371.17 કરોડ રૂપિયાની એસેટ્સને તે સરકાર અને પબ્લિક સેક્ટર બેન્કોને આપશે.

ED દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ તેની પાસે જપ્ત કુલ સંપતિ બેન્કોને થયેલા કુલ લોસના 80.42 ટકા છે. તેનો 41 ટકા હિસ્સો તેણે સરકાર અને બેન્કોને આપવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી ત્રણેની રકમની રિકવરી કરી શકાશે. તેની પર બેન્કોના 22,585.83 કરોડ રૂપિયાની જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here