અમદાવાદ : બોગસ કોલસેન્ટરનો બાદશાહ ગણાતો નિરવ રાયચુરા દારૂની મહેફિલ માણતો ઝડપાયો.

0
0

અમદવાદ શહેરમાં બોગસ કોલ સેન્ટરો ચલાવતાં મોટા માથાઓમાંથી એક નિરવ રાયચુરા (ઠક્કર) સહિત ત્રણ લોકોને આનંદનગર પોલીસે ઝડપી પાડ્યા છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુની બાતમીના આધારે પોલીસે નિરવ રાયચુરાની આનંદનગર વિસ્તારમાં સ્થિત સફલ પ્રોફી ટેર કોમ્પ્લેક્સમાં ઓફિસમાં દરોડા પાડ્યા હતા. વર્ષ 2016માં થાણે ક્રાઈમ બ્રાન્ચે સાગર ઠક્કર ઉર્ફે સેગીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો પર્દાફાશ કર્યો હતો તે સમયે નિરવ રાયચુરાનું નામ ચર્ચામાં આવ્યું હતું. પોલીસે હાલ નિરવની વધુ પૂછપરછ શરૂ કરી છે.

બાતમીને આધારે દરોડો પાડ્યો

DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે નિરવ રાયચુરા તેની ઓફિસમાં છે તેના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સફલ પ્રોફીટેરમાં આવેલી ઓફિસમાં સોમવારે મોડી રાતે દરોડો પાડ્યો હતો. જે સમયે દારૂની મહેફીલ માણતા નિરવ રાયચુરા, સંતોષ સોંડા (ભરવાડ) અને રાહુલ પુરબીયા મળી આવ્યા હતા. પોલીસે દારૂની બોટલ ઉપરાંત બે વાઈનની બોટલ IP એડ્રેસ તેમજ શંકાસ્પદ હિસાબો લખેલી ડાયરી, 5 મોબાઈલ ફોન, ચપ્પુ, છરો તેમજ દારૂની ખાલી 11 બોટલો મળી આવી હતી.

પોલીસને મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ મળી

પોલીસે કુલ બે આઈફોન અને લેપટોપ કબ્જે લીધાં છે. પોલીસને મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ મળી આવી છે. આ ઉપરાંત ફોનમાંથી ક્રિકેટ અને ફૂટબોલ પર રમાયેલા સટ્ટાના હિસાબો પણ મળી આવ્યા છે. ક્રિપ્ટો કરન્સીના ડેટા-ચેટ તેમજ સટ્ટા બેટીંગના હિસાબ મળી આવતા પોલીસ આરોપીના મોબાઈલ ફોન એફએસએલ (FSL)માં વધુ તપાસ માટે મોકલી આપશે. નિરવના મોબાઈલ ફોનમાંથી બુટલેગરો સાથેની વાતચીતના મેસેજ મળી આવ્યા છે. ચિરાગ અને પરાગ નામના બુટલેગરની માહિતી સામે આવતા પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને બુટલેગર કેટલા સમયથી નિરવ રાયચુરાને સ્કોચ વ્હીસ્કી અને ભારતીય દારૂ સપ્લાય સપ્લાય કરતા હતા તે અંગે માહિતી મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

39.35 લાખના સોના- હીરાના દાગીના મળ્યા

પોલીસે નિરવની ઓફિસમાં દરોડો પાડ્યો ત્યારે એક ટેબલના ડ્રોઅરમાંથી કાગળમાં લપટેલા હિરા જડીત સોનાના દાગીના મળ્યા હતા. આઠેક જેટલા દાગીનાની કિંમત 39.25 લાખની થઈ હતી. જેમાં માત્ર 27.60 લાખની સોનાની ચેઇન છે.

ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું

ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે નિરવ રાયચુરા અંગે બાતમી મળી હતી કે દારૂની મહેફિલ માણે છે અને તેને લઈ દરોડો પાડતા દારૂ પીતાં નિરવ સહિત ત્રણ લોકો મળી આવ્યા હતાં તેમની પાસેથી ડાયરી અને ફોન મળી આવ્યા હતા. જેમાં શંકાસ્પદ આઈપી એડ્રેસ મળ્યા છે અને ક્રિકેટ સટ્ટો પણ રમતો હતો. જેથી તે બાબતે કેસ કર્યો છે. તેના ઘરે પણ દરોડા પાડતા દારૂ મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here