Nirbhaya case: આરોપીઓની ફાંસી ત્રીજી વખત ટળી, આજે ફાંસી નહીં

0
16

નિર્ભયા ગેંગ રેપ કેસનાં આરોપીઓમાંથી પવન ગુપ્તાને હજી આજે જ જણાવાયુ હતું કે તેની દયાની અરજી ફગાવાઇ છે અને ક્યુરેટિવ પિટીશન પણ રદ કરાયું હતું. પણ તાજા સમાચાર મુજબ આ કેસનાં આરોપીઓની ફાંસી ત્રીજી વખત ટળી છે. નિર્ભયાના દોશી પવન ગુપ્તાએ આજે દયા અરજી દાખલ કરવાની જાણકારી આવી અને આ અરજીને પગલે આરોપીઓની ફાંસી ત્રીજી વખત ટળી છે. પટિયાલા હાઉસ કોર્ટે આરોપીઓની ફાંસી પર સ્ટે મૂક્યો છે.

તિહાર જેલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટને જણાવ્યું કે દોષી પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ સામે દયા અરજી દાખલ કરી. પવનની અરજી બાદ આ સવાલ ચર્ચાઇ રહ્યો હતો કે આરોપીઓને ફાંસી થશે કે કેમ? આ કેસનાં આરોપી અક્ષયની અરજી કોર્ટે ફગાવી છે. અક્ષયે ફાંસી રોકવાની માંગણી કરી હતી અને તેના વકીલે તેને સલાહ આપી હતી કે રાષ્ટ્રપતિ સામે દયાની અરજી કરવા અંગે તેમની પાસે દસ્તાવેજ નથી.

પવન કુમારે શુક્રવારે ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જે અંગે સોમવારે નિયમિત સુનાવણી શરૂ થાય તે પહેલાં ચેમ્બરમાં જ સુનાવણી કરાઇ હતી. પાંચ સભ્યોની બેંચે આ અંગે ન્યાયાધીશનાં ચેંબરમાં જ આ સુનાવણી કરી. પવનને ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાય તેમાં રસ હતો અને 3જી માર્ચે સવારે છ વાગે થનારી ફાંસી પણ અટકાવાય તેવી અરજીમાં વાત કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here