Thursday, October 21, 2021
Homeનિર્ભયા કેસ: દોષી મુકેશ સિંહની અરજી સુનાવણી શરૂ, 1 ફેબ્રુઆરીએ થશે ફાંસી?
Array

નિર્ભયા કેસ: દોષી મુકેશ સિંહની અરજી સુનાવણી શરૂ, 1 ફેબ્રુઆરીએ થશે ફાંસી?

નવી દિલ્હી : નિર્ભયા દુષ્કર્મ કેસના દોષી મુકેશની અંતિમ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવવાની છે.રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવેલી દયા અરજીને મુકેશ સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જેના પર આજે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે.

ગઈકાલે સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસમાં મુકેશની અરજી પર કહ્યુ હતુ કે જો કોઈને ફાંસી આપવાની છે તો તે સુનાવણીથી વધુ જરૂરી કંઈ જરૂરી નથી.ફાંસીથી બચવા માટે નિર્ભયા કેસના દોષિતો નવા નવા તિકડમ અપનાવી રહ્યા છે.જેમાં દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવાઈ હતી.જેને મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે પડકારી હતી અને ન્યાયિક સમીક્ષાની માંગ કરી હતી.

દોષી મુકેશ પહોંચ્યો સુપ્રિમ કોર્ટ

પહેલી ફેબુ્આરીએ નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી થઇ ગયું છે. જોકે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ અપરાધીઓ બચવા માટેના અથવા તારીખ લંબાવવા માટેના વિકલ્પોનો ઉપયોગ કરવા લાગ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચારમાંથી એક અપરાધી મુકેશ કુમારની દયા અરજીને ફગાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments