દિલ્હીમાં બદમાશો બન્યા નિર્ભય, PM મોદીની ભત્રીજીનું પર્સ છીનવી થયા વન ટૂ કા ફોર

0
42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં પીએમ મોદીની ભત્રીજીનો પર્સ છીનવી બદમાશો ફરાર થઈ ગયા હતા. રોકડ સાથે પર્સમાં ઘણા મહત્વના દસ્તાવેજો પણ હતા. દિલ્હી, સિવિલ લાઇન્સ વિસ્તારના પોશ વિસ્તારોમાંના એક વિસ્તારમાં બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈની પુત્રી દમયંતી બેન મોદી આજે (શનિવારે)  અમૃતસરથી દિલ્હી પરત આવી રહ્યા હતા. તેનો રૂમ સિવિલ લાઇન્સ વિસ્તારના ગુજરાતી સમાજ ભવનમાં બુક કરાયો હતો, તેથી તે જૂની દિલ્હીથી ઓટો દ્વારા પોતાના પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચી હતી. ગેટ પર પહોંચ્યા બાદ તે ઓટોમાથી ઉતરી રહી હતી ત્યારે સ્કૂટી સવાર બે બદમાશો પર્સ છીનવીને ફરાર થઈ ગયા હતા.

દમયંતી બેનના જણાવ્યા મુજબ પર્સમાં આશરે 56 હજાર રૂપિયા, બે મોબાઈલ અને તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. તેણે કહ્યું કે સાંજે તેમણે અમદાવાદની ફ્લાઇટ પકડવાની છે, પરંતુ તેના દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે. તેઓએ આ કેસ અંગે પોલીસ ફરિયાદ કરી છે.

હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ સિવિલ લાઈન્સ વિસ્તારમાં, વીવીઆઈપી દિલ્હીના એક ક્ષેત્રમાં છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું સ્થાન જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેનાથી કેટલાક પગથિયા દૂર છે. દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન પણ થોડે દૂર છે. ત્યારે આવી ઘટના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here