Monday, October 18, 2021
Homeનિર્મલા સીતારમને કહ્યું સોનિયા મગરમચ્છના આંસુ વહાવે છે ! ઇન્દિરા ગાંધીએ વિદ્યાર્થીઓને...
Array

નિર્મલા સીતારમને કહ્યું સોનિયા મગરમચ્છના આંસુ વહાવે છે ! ઇન્દિરા ગાંધીએ વિદ્યાર્થીઓને તિહાર જેલમાં નાખ્યાં હતા

નવી દિલ્હી: નાગરિકતા કાયદા પર હિંસાત્મક આંદોલનો થઇ રહ્યાં છે, દિલ્હીમાં જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં કોંગ્રેસ હવે ભાજપ સરકાર પર દોષનો ટોપલો ઢોળી રહી છે, સોનિયા ગાંધીએ પ્રદર્શનકારીઓનો પક્ષ લેતા હવે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને કહ્યું છે કે સોનિયા મગરમચ્છના આંસુ વહાવી રહ્યાં છે, તેઓ લાગણીનો ખોટો દેખાડો કરીને એક રીતે હિંસાને પ્રોત્સાહન આપે છે, કોંગ્રેસની ઇન્દિરા ગાંધીની સરકારે દિલ્હી વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને તિહાડ જેલમાં મોકલી દીધા હતા, તે વખતે શિક્ષણકાર્ય આખુ વર્ષ ખોરવાયું હતુ અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયા હતા. તેમને કહ્યું આ કોંગ્રેસના કારનામા છે, જ્યારે અમારી સરકારે વિદ્યાર્થીઓ પર કોઇ અત્યાચાર કર્યો નથી.

સીતારમને સોનિયા અને કોંગ્રેસને સવાલ કર્યા કે 1984 શીખ વિરોધી દંગાઓના દોષિતોને સજા આપવા કોંગ્રેસે શું કર્યું છે ? કહ્યું કે બાંગ્લાદેશના લઘુમત્તીઓ માટે અમારી સરકારે જે કર્યું છે, તે યોગ્ય છે.

ધ્રુવીકરણની રાજનીતિ

કોંગ્રેસે અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ધ્રુવીકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ દેશભરમાં 15 જેટલી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. દિલ્હી જામીયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પછી સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં ધરણા પર બેસી ગયા હતા, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા નાગરિકતા કાયદાનો વિરોધ કરીને મોદી સરકાર સામે મોરચો ખોલી દેવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments