નાણા મંત્રી નિર્મલા સીતારમણ નું બજેટ ઇન્ટરનેટ પર છવાયું, બન્યા ફની મિમ્સ.

0
13

નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આજે કોરોના કાળ બાદનું પહેલું બજેટ રજૂ કરી દીધું છે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં તેઓએ દેશને આર્થક ગતિ આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ રાખી છે. બજેટમાં મિડલ ક્લાસને કઈ મળ્યું નહિ. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આવ્યો છે, જ્યારે 75 વર્ષથી વધારે ઉંમરના પેન્શર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવી છે.

તો બીજી તરફ સોશિયલ મીડિયામાં મિડલક્લાસ મિમ્સ વાયરલ થવા લાગ્યા છે જે નીચે મુજબ છે…

આઝાદીની 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને એનાથી મોટી ઉંમરના સિનિયર સિટિઝન્સને રાહત આપવા માગીએ છીએ. તેમણે હવે IT રિટર્ન ભરવાની જરૂર નથી.

નાણા મંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોની સમસ્યાઓને જોતાં નાણા મંત્રીએ MSPને વધારીને ઉત્પાદન ખર્ચના 1.5 ગણું કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

નાણા મંત્રીએ ઇન્ફ્રા સેક્ટરમાં વિદેશી રોકાણ પર 100 ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

વન નેશન, વન રેશનકાર્ડને 32 રાજ્યમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.

સસ્તા ભાવ પર તમામને ઘર આપવાની યોજના હેઠળ લોન તરીકે લેવામાં આવેલી 1.5 લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર મળનારી છૂટની મર્યાદાને પણ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

તાંબા, સોના, ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે જ્યારે મોબાઇલ ઉપકરણો, કોટન, કેટલાક ઓટો પાર્ટસ અને સોલર ઇન્વરટર પર તેનો વધારો થયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here